મુંબઈ : દેશની અગ્રણી માઇનિંગ કંપની વેદાંતાએ(Vedanta)સોમવારે ચાલુ નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂપિયા 20ના ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. જેના પગલે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે કંપની દ્વારા અત્યાર સુધીમાં કુલ ડિવિડન્ડ ચૂકવણી 13,474 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
મે અને જુલાઈમાં ડિવિડન્ડ મંજૂર કરવામાં આવ્યું હતું
કંપનીએ આ અગાઉ મે મહિનામાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મે મહિનામાં ઈક્વિટી શેર દીઠ રૂપિયા 11ના પ્રથમ વચગાળાના ડિવિડન્ડ માટે કુલ રૂ. 4,089 કરોડને મંજૂરી આપી હતી. આ પછી, 26 જુલાઈએ પ્રતિ ઈક્વિટી શેર કુલ રૂપિયા 1564 કરોડનું બીજું વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કરવામાં આવ્યું હતું.
કંપની રોકાણકારોને કુલ રૂપિયા 7,821 કરોડ ચૂકવશે
વેદાંતા લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે રૂપિયા 1ના ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર માટે રૂપિયા 20ના ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપની તેના શેરધારકોને શેર દીઠ રૂપિયા 20ના ડિવિડન્ડ માટે કુલ રૂપિયા 7,821 કરોડ આપશે.
કંપની ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 13,474 કરોડનું ડિવિડન્ડ આપી રહી છે.
આ ત્રીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે કંપની દ્વારા ચૂકવવામાં આવેલ કુલ ડિવિડન્ડ રૂપિયા 13,474 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વેદાંતાએ તેના શેરધારકો માટે 29.5 રૂપિયા પ્રતિ શેરનું કુલ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જે 10966 કરોડ રૂપિયા છે.
Also Read –