મુંબઇ : નરેન્દ્ર મોદી(Narendra Modi)સરકારની વાપસીની સાથે જ શેરબજારમાં(Stock Market) ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ(Sensex)આજે 77,000ને પાર કરી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 23,411.90ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. સેન્સેક્સ આજે 76,935.41 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 23,319.95 પર ખુલ્યો હતો. સેન્સેક્સે 77079.04 નો ઓલ ટાઇમ હાઇનો રેકોર્ડ બનાવ્યો છે અને નિફ્ટીએ 23,411.90ની રેકોર્ડ બનાવ્યો છે.
નિફ્ટીમાં 3. 37 ટકાના વધારો
શુક્રવારે, BSE સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં 1,720.8 પોઈન્ટ ઉછાળા સાથે 76,795.31ની નવી રેકોર્ડ હાઈએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 1,618.85 પોઈન્ટના ઉછાળા સાથે 76,693.36ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. ગત સપ્તાહમાં BSE સેન્સેક્સ 2,732.05 પોઈન્ટ્સ એટલે કે 3.69 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 3. 37 ટકાના વધારો થતાં 759.45 પોઈન્ટ્સ વધ્યો હતો.
બજાર ખુલતા પૂર્વે અનુમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટ સાથે ત્રીજી ટર્મ માટે શપથ લીધા. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહ બાદ આજે પહેલીવાર શેરબજાર ખૂલ્યું હતું.ગત સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટી તેના ઓલ ટાઇમ હાઇ રેકોર્ડથી 20 પોઈન્ટ દૂર રહ્યો હતો.
Also Read –