Stock Market: શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે સપાટ ખૂલ્યું, સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

Stock Market: શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે સપાટ ખૂલ્યું, સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડો

Mumbai: Stock Market સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સ 30 પોઈન્ટ ઘટીને 82171 ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 51 પોઈન્ટના ઘટાડા સાથે 25093 ના સ્તર પર ખુલ્યો હતો.શેરબજાર ખુલતાની સાથે જ આઈટી શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય બેંક શેરોમાં પણ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. જ્યારે શરૂઆતની મિનિટોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS જેવા મોટા શેરોમાં મજબૂત ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. SBIના શેરમાં નબળાઈ સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.

એશિયન બજારમાં પણ ઘટાડો નોંધાયો

એશિયન બજારમાં શુક્રવારે મોટાભાગના બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કી 225 નીચો હતો, જ્યારે ટોપિક્સ 0.42 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.8 ટકા અને કોસ્ડેક 1.41 ટકા ઘટ્યો હતો. હોંગકોંગ હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

યુએસ શેરબજારમાં મિશ્ર અસર

યુએસ શેરબજાર ગુરુવારે જોબ્સના ડેટા બાદ બજાર મિશ્ર અસર સાથે બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 219.22 પોઈન્ટ્સ ઘટીને 40,755.75 પર જ્યારે S&P 500 16.66 પોઈન્ટ્સ ઘટીને 5,503.41 પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 43.37 પોઈન્ટ વધીને 17,127.66 પર બંધ રહ્યો હતો.

Also Read –

સંબંધિત લેખો

Back to top button