
મુંબઇ: ભારતીય શેરબજારમાં(Stock Market)આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. જેમાં સેન્સેક્સ 276 પોઈન્ટ અને નિફ્ટી 93 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. IT અનેઓટો શેરો ઘટાડા સાથે ખૂલ્યા હતા. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બજાર ઘટાડા સાથે ખુલ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો વધુ વધ્યો હતો. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 800 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે જેના કારણે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સના 25 શેરમાં ઘટાડો
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5માં વધારો જોવા મળ્યો છે. જ્યારે 25 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 7 જ ઉછાળા સાથે ખુલ્યા છે જ્યારે 43 શેરો ઘટાડા સાથે કારોબાર શરૂ કર્યા છે. તેજીવાળા શેરોમાં એક્સિસ બેન્ક 2.75 ટકા, આઇશર મોટર્સ 2.08 ટકા, વિપ્રો 1.79 ટકા, TCS 0.59 ટકા, ભારતી એરટેલ 0.08 ટકા, ICICI બેન્ક 0.054 ટકાના ઉછાળા સાથે ખુલ્યા હતા. ઘટતા શેરોમાં શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, મારુતિ, ટાઇટન, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, BPCL,BEL,અદાણી એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે.
તમામ ક્ષેત્રોના શેરોમાં ઘટાડો
આજના કારોબારમાં તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, એફએમસીજી, ઈન્ફ્રા, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
માર્કેટ ખુલ્યા બાદ રોકાણકારોને રૂપિયા 5 લાખ કરોડનું નુકસાન
શેરબજાર ખુલ્યા બાદ ભારે ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 452 લાખ કરોડ થયું છે જે છેલ્લા સત્રમાં રૂપિયા 457 લાખ કરોડની નજીક હતું. આજના સત્રમાં રોકાણકારોને રૂપિયા 5 લાખ કરોડનું નુકસાન થયું છે.