ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

Stock Market : યુએસ ફેડની બેઠક પૂર્વ શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો

મુંબઇ : યુએસ ફેડરલ બેંક દ્વારા વ્યાજદરના નિર્ણય પૂર્વે ભારતીય શેરબજારની(Stock Market)આજે સપ્તાહના ત્રીજા દિવસે ફ્લેટ શરૂઆત થઈ છે.સેન્સેક્સ 67 પોઈન્ટ ઘટીને 80,666.26 પોઈન્ટ પર ખુલ્યો હતો. જે હાલ 315 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી શરૂઆતના કારોબારમાં 34 પોઇન્ટ ઘટીને 24,301 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 13 શેર ઘટાડા સાથે અને 17 શેર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. બીજી તરફ શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરમાંથી 20 શેર વધારા સાથે અને 30 શેર ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

સેકટોરલ સૂચકાંકની સ્થિતી

સેકટોરલ સૂચકાંકની વાત કરીએ તો નિફ્ટી મીડિયામાં સૌથી વધુ 0.81 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી પીએસયુ બેન્ક 0.33 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.03 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.38 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.04 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.16 ટકા, નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્સિયલ સર્વિસિસ 0.02 ટકા, ઓટો બેન્ક 10 ટકા 0.43 ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નિફ્ટી પેક શેર્સમાં વધારો

આ સિવાય નિફ્ટી એફએમસીજીમાં 0.29 ટકા, નિફ્ટી આઇટીમાં 0.43 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.91 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.66 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.12 ટકાનો વધારો જોવા મળ્યો હતો.નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ વધારો એપોલો હોસ્પિટલ્સ, ટેક મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. તે જ સમયે પાવર ગ્રીડ, બીપીસીએમ, જેએસડબલ્યુ સ્ટીલ અને ટ્રેન્ટમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

વોલ સ્ટ્રીટ પર નુકસાન બાદ બુધવારે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.4% ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.1% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.6 ટકા વધ્યો હતો, જ્યારે કોસ્ડેક 0.4 ટકા ઘટ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button