મુંબઇ: ભારતીય શેરબજારની(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે સારી શરૂઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 148 અંકના વધારાની સાથે 79644 ના સ્તર પર ખૂલ્યો છે. જ્યારે નિફ્ટીએ સપ્તાહના બીજા દિવસે 84 પોઈન્ટના ઉછાળા સાથે 24225 ના સ્તર પર ટ્રેડિંગની શરૂઆત કરી હતી.
એશિયન પેઈન્ટ્સ સેન્સેક્સમાં ટોપ લૂઝર
શેરબજારમાં શરૂઆતના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ હજુ પણ સેન્સેક્સમાં ટોપ લૂઝર છે. જેમાં 1.39 ટકાનો ઘટાડો છે.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, મારુતિ, HDFC બેંક, અલ્ટ્રાટેક, ITC અને TCS નો સમાવેશ થાય છે. જ્યારે ICICI બેન્ક, ભારતી એરટેલ, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, સ્ટેટ બેન્ક, કોટક બેન્કમાં તેજી છે.
Also Read – IPO Market : આ કંપનીના આઇપીઓમાં રોકાણકારોનો નબળો રિસ્પોન્સ, આખરી સમયે ભરાયો
એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરના ભાવમાં ઘટાડો
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, આઇટી,ફાર્મા, રિયલ એસ્ટેટ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં વધારો જોવા મળ્યું છે. જ્યારે ઓટો, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 315 પોઈન્ટના ઉછાળા સાથે 56,175 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 132 પોઈન્ટના વધારા સાથે 18356 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.