ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

શેરબજાર ફરી રેડ સિગ્નલમાં ખુલ્યું, SENSEX અને NIFTY બંનેમાં જોરદાર ઘટાડો

મુંબઈ: ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખીને શેર માર્કેટમાં ટ્રેડીંગ બંધ રહ્યું હતું. આજે બાજાર ખુલતા જ ઘટાડો (Indian Stock Market) નોંધાયો હતો. સવારે 9.20 વાગ્યાની આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 416.66 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 77,161.72ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSEનો ઇન્ડેક્સ NIFTY 153.55 પોઈન્ટના ઘટાડા સાથે 23364.95 પોઈન્ટ્સ પર ટ્રેડ થઇ રહ્યો હતો.

NSEમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, હિન્દાલ્કો, ભારતી એરટેલ, એચડીએફસી બેંકના શેરોમાં વધારો નોંધાયો, જ્યારે એસબીઆઈ, એનટીપીસી, ડો રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયા અને ઓએનજીસીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
Nvidia (NVDA.O) એ રોકાણકારોને નિરાશ કર્યા બાદ ગુરુવારે એશિયન ઇક્વિટીમાં ઘટાડો થયો હતો, જ્યારે ડૉલર મજબૂત થયો હતો. અગામી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સૂચિત નીતિઓને ધ્યાનમાં રાખીને બિટકોઈન રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.

Also Read – સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો અંદાજ

જાપાનનો નિક્કી 0.7% ગગડ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ 0.22% ઘટ્યો હતો.

છેલ્લા સેશનમાં બજારની સ્થિતિ:
સાત દિવસના ઘટાડા પછી 19 નવેમ્બરે ભારતના બંને સ્ટોક માર્કેટના ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં બંધથયા હતા. સેન્સેક્સ 0.31 ટકા વધીને 77,578.38 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 0.28 ટકા વધીને 23,518.50 પર બંધ થયો હતો. તાજેતરના સમયમાં શેરબજારમાં સતત ઘટાડાને કારણે અત્યાર સુધીમાં રૂ. 50 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button