
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)નફો કરાવતી દિગ્ગજ કંપનીઓમાં સામાન્ય રીતે ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓના નામ મુખ્યત્વે ચર્ચામાં આવે છે. પરંતુ શેરબજારમાં આ બાબત હંમેશા જળવાઈ રહે તે જરૂરી નથી. જો કે આ બધા વચ્ચે ગત સપ્તાહમાં એક કંપનીના શેરોએ બંપર કમાણી કરી છે. જેણે ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓને પણ નફાના કિસ્સામાં પાછળ મૂકી દીધી છે. આ કંપનીએ પાંચ દિવસમાં રૂપિયા 47,000 કરોડથી વધુનું કમાણી કરી છે. આ કંપનીના શેરોમાં ગત સપ્તાહે ભારે તેજી જોવા મળી હતી.
ભારતી એરટેલે 47194.86 કરોડ રૂપિયાની કમાણી કરી
જે કંપની ગત સપ્તાહ સોમવારથી શુક્રવાર સુધી રૂપિયા 47,000 કરોડથી વધુની કમાણી કરી તેનું નામ છે ભારતી એરટેલ. ગત સપ્તાહે સુનિલ મિત્તલની ભારતી એરટેલે 47194.86 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે આ સપ્તાહમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 13,396. 42 કરોડ રૂપિયાની કમાણી કરી
ભારતી એરટેલના સ્ટોકની સ્થિતિ
ગત સપ્તાહે ભારતી એરટેલના શેરમાં 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે તે રૂપિયા 1584 પર બંધ થયો હતો. શેરમાં વધારાને કારણે કંપનીનું માર્કેટ કેપ વધ્યું અને તેણે આ 5 દિવસમાં સૌથી વધુ કમાણી કરી. જો આપણે સોમવારની વાત કરીએ તો કંપનીના શેર ઉછાળા સાથે ખુલ્યા હતા, પરંતુ બાદમાં તેમાં ઘટાડો થયો હતો. સોમવારે તે રૂ. 1605 પર ખુલ્યો હતો. અત્યાર સુધીમાં તે 0.60 ટકાથી વધુ ઘટીને રૂ. 1578 પર ટ્રેડ કરી રહ્યો છે.
કંપનીનો વર્તમાન બિઝનેસ
ભારતી એરટેલ એક ટેલિકોમ્યુનિકેશન કંપની છે. તે દેશ અને દુનિયામાં મોબાઈલ સેવા, બ્રોડબેન્ડ સેવા, ડીટીએચ સેવા વગેરે પૂરી પાડે છે. આ સિવાય તે ડિજિટલ ટીવી સેવામાં પણ સક્રિય છે. કંપનીના દેશભરમાં ઘણા આઉટલેટ્સ છે. સુનીલ ભારતી મિત્તલની કંપની ભારતી એન્ટરપ્રાઇઝે તાજેતરમાં બ્રિટનની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન કંપની BT ગ્રુપમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. BT બ્રિટનની સૌથી મોટી બ્રોડબેન્ડ અને મોબાઈલ કંપની છે.
Also Read –