મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે તેજી જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સ 209.18 પોઈન્ટ ના ઉછાળા સાથે 81,768.72 પર ખુલ્યો હતો અને નિફ્ટી 63.00 પોઈન્ટના નજીવા વધારા સાથે 24,999.40 પર ખુલ્યો હતો. જ્યારે પીએસયુ બેંક, ફાર્મા, મેટલ, ઓટો જેવા સેક્ટરમાં સારો કારોબાર થઈ રહ્યો છે. જ્યારે સેન્સેક્સના 30 માંથી 27 શેરો વધારા સાથે ખૂલ્યા હતા. જેમાં એક્સિસ બેન્ક ટોચ પર છે.માર્કેટ ઓપનિંગ સમયે અને પછી NSE પર HUL ટોપ ગેઇનર છે
માર્કેટ કેપમાં વધારો થયો
ભારતીય શેરબજારના પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 133.17 પોઈન્ટના વધારા સાથે 81,692.71 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજારના માર્કેટ કેપ પર નજર કરીએ તો ગઈકાલે શેરબજારનું માર્કેટ કેપ 4,59.99 લાખ કરોડ રૂપિયા હતું. આજે તેમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે 462.82 લાખ કરોડ રૂપિયા પર આવી છે.
વૈશ્વિક બજારના સારા સંકેતો
વૈશ્વિક બજારના સારા સંકેતોને કારણે શેરબજારમાં મંગળવારે સારી શરૂઆત થવાની ધારણા હતી. સેન્સેક્સ અને નિફ્ટી 50 ના વધારા સાથે ખુલી શકે છે. કારણ કે, એશિયન બજારોમાં ઊંચો વેપાર થયો હતો, જ્યારે યુએસ શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો ડાઉ જોન્સ, એસએન્ડપી 500 અને નાસ્ડેકમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
Also Read –