નેશનલ

મણિપુરમાં સ્ટારલિંકના ડિવાઈસના ઉપયોગ અંગે ખળભળાટ; ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી

ઇમ્ફાલ: થોડા દિવસ પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે મણિપુરના કેટલાક હિંસાગ્રસ્ત ઇલાકોમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી (Starlink internet in Manipur) રહ્યો છે. હાલના જ અહેવાલ અનુસાર, સેનાએ ઈન્ફાલ પૂર્વ જીલ્લાના કેરાઓ ખૂનૌમાં રેડ દરમિયાન હથિયારો અને દારૂગોળા સાથે કેટલાક ઈન્ટરનેટ ડિવાઈસ જપ્ત કર્યા હતાં.

અહેવાલ અનુસાર, સેનાએ કેરાવ ખૂનૌથી જે સમાન જપ્ત કર્યો તેમાં ઈન્ટરનેટ સેટેલાઈટ એન્ટેના, ઈન્ટરનેટ સેટેલાઇટ રાઉટર અને લગભગ 20 મીટર FTP કેબલનો પણ સામેલ છે. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે પણ X પર આ સંબંધિત એક ફોટો શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા:
X પર આ ફોટો શેર કર્યા પછી, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ કરી કે ડિવાઈસ પર પર સ્ટારલિંક લોગો છે. આ પછી એક યુઝરે લખ્યું, “સ્ટારલિંકનો ઉપયોગ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આશા છે કે ઈલોન મસ્ક આના પર ધ્યાન આપશે અને આ ટેક્નોલોજીના દુરુપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરશે.”

Also read: મણિપુર પર પ્રથમ ધ્યાન આપો: મલ્લિકાર્જુન ખડગેનો અમિત શાહ પર વળતો પ્રહાર…

ઈલોન મસ્કની સ્પષ્ટતા:
સ્પેસએક્સના સ્થાપક ઈલોન મસ્કએ આ પોસ્ટની નોંધ લીધી અને પ્રશ્નનો જવાબ આપતા કહ્યું: “આ અસત્ય છે. ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ બીમ બંધ કરવામાં આવ્યા છે.”

મસ્કના આ જવાબ પછી પણ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. મણીપુરમાં 3જી મે, 2023 થી શરુ થયેલી અથડામણો હજુ શાંત નથી થઇ શકી. છ વિસ્તારોમાંથી અફસ્પા હટાવ્યાના એક એક વર્ષ કરતાં વધુ સમય પછી કેન્દ્રએ ગયા મહિને ફરી તેને અમલમાં મૂક્યો હતો, જેના કારણે ઇમ્ફાલ ખીણમાં વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button