નેશનલ

સ્પર્ધામાં ટકી રહેવા સ્ટારબક્સે હવે દેશી રૂટ લીધો…

જ્યારે દેશમાં મેકડોનાલ્ડ્સ, કેએફસી, બર્ગરકિંગ જેવી વિદેશી ફૂડ બ્રાન્ડ્સે ભારતમાં આઉટલેટ ખોલ્યા ત્યારે લોકોને એવો ડર હતો કે આપણા દેશી વડાપાઉ, સેન્ડવીચ, ભેલ, પાણીપુરીના રામ રમી જશે. આપણા સ્ટ્રીટ સાઇડ ફૂડ બંધ થઇ જશે, લોકો બર્ગર, ચીપ્સ ખાતા થઇ જશે. પણ લોકોનો એ ડર ખોટો પડ્યો છે.

આ પણ વાંચો : ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે StarBucksને મોટો ફટકો, બહિષ્કારને કારણે 11 અબજ ડોલરનું નુકસાન

આપણા બધા જ દેશી સ્ટ્રીટ ફૂડ કે જંક ફૂડ જે કહીએ તે બધા જ તેમની લોકપ્રિયતામાં અકબંધ રહ્યા છે. એટલુંજ નહીં હવે વિદેશી ફૂડ બ્રાન્ડ્સે દેશી ફૂડ બ્રાન્ડ્સ સામે ઝુકવું પડ્યું છે.

તમને જાણીને કદાચ નવાઇ લાગશે, પણ સ્ટારબક્સે હવે છાનામાના કંઇ પણ જાહેરાત કર્યા વિના વડાપાંવ, કીમાપાંવ અને ભાજીપાંવ વેચવાનું શરૂ કરી દીધું છે. હકીકત એ છે કે ભારતીય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ એવો છે કે જેનો ચસકો કોઇનાથી છૂટે તેમ નથી. ભારતીય વાનગીઓની સામે વિદેશી વાનગીઓ ફિક્કી લાગે છે. અને હકીકત તો એ પણ છે કે તમે કેટલા બર્ગર કે ક્રોસન્ટ્સ ખાઇ શકો છો?

આપણા દેશી જંક ફૂડ તો તમે રીતસર ઝાપટી શકો છો અને પેટ ભરીને માણી શકો છો ભારતીય સ્ટ્રીટ ફૂડ જે તમારા સ્વાદને સંતોષે છે, એવો સંતોષ તમને વિદેશી બર્ગર, પીઝામાં નથી આવતો. ભારતીય વાનગીઓ ભલે અનહેલ્ધી પણ હોય, પણ આપણે એને વર્ષોથી ખાતા આવ્યા છીએ અને આપણે એનાથી ટેવાયેલા છીએ એટલે ભારતીય જંક ફૂડની આપણા આરોગ્ય પર અસર ઓછી થાય છે, પણ વિદેશના જંક ફૂડમાં ભરી ભરીને ચીઝ, મેંદો જેવા પદાર્થો હોય છે, જે આપણી માટે અનુકૂળ નથી.

ભારતીય ખાણીપીણી વર્ષોથી ઘડાયેલી છે. આપણા હવામાન, રહેણીકરણી આપણા રીતરિવાજો, પરંપરાના આધારે આપણી વાનગીઓ બને છે. આપણા વ્યંજનોમાં સ્વાદ, સોડમ બધું જ હોય છે અને ખાસ વાત તો એ છે કે આ બધી આપણા દેશની વાનગી હોવાથી સરવાળે સસ્તી પણ હોય છે, જે કોિ પણ આમ આદમીને પરવડી શકે છે.

તમને 40-50 રૂપિયામાં મળતી રોડ સાઇડ પાણીપુરીમાં જે મઝા આવશે તેના જેવી મઝા સ્ટારબક્સ, ટીમ હોર્ટન્સ જેવા મોટા મોટા સ્ટોર્સની તોતિંત પૈસા ચૂકવીને પીધેલી કૉફીમાં નહીં આવે. હા, તમે ક્યારેક તેનો સ્વાદ માણવા જાઓ તો ઠીક છે. દેશના એવરેજ કૉલેજ ગોઇંગ યંગસ્ટર્સને પણ રોજરોજ આવા તોતિંગ ખર્ચા પરવડે તેમ નથી.

આ પણ વાંચો : ઉત્તમ ભારતીય નાસ્તા

એમ લાગે છે કે વિદેશી ફૂડ બ્રાન્ડ્ઝને પણ વહેલી મોડી આ વાત સમજાઇ છે અને એટલે જ કદાચ તેમણે ભારતીય ફૂડનું વેચાણ શરૂ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button