ટોપ ન્યૂઝનેશનલ

Bihar માં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી, 7 શ્રદ્ધાળુઓના મોત, 35 શ્રદ્ધાળુઓ ઘાયલ

જહાનાબાદ : બિહારના(Bihar)જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વાણાવર પહાડ વિસ્તારમાં બની હતી. આ નાસભાગની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા દળો અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી

શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી હતી. ભગવાન શિવના જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને ઘાયલ પણ થયા. ઘાયલ ભક્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા

મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા ત્યારબાદ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Also Read –

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker