પ. બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશને નાસભાગ, 15 થી વધુ લોકો ઘાયલ

બર્ધમાન : પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. જેમાં ભાગદોડ દરમિયાન ઘણા મુસાફરો કચડાયા ગયા હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 15 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં સાતથી આઠ ગંભીર છે. જયારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સાતથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ
આ સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ વર્ધમાન રેલ્વે સ્ટેશન પર પુલ સુધી પહોંચવાના રસ્તા પર ટ્રાફિક જામ હતો. જયારે પ્લેટફોર્મ નંબર 4 પર ભીડ હતી. મુસાફરોની મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. વર્ધમાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 3-4 પર મુસાફરોની ભીડને કારણે સાતથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં ચાર મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. જીઆરપી અને આરપીએફે અનેક લોકોને બચાવ્યા હતા અને રેલવે ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમની ગંભીર સ્થિતિને કારણે તેમને બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે રેલ્વે વહીવટીતંત્રે જણાવ્યું હતું કે કોઈ મોટી ઘટના બની નથી. મુસાફરોને નાની ઇજાઓ થઈ હતી અને તાત્કાલિક સ્વસ્થ થઈને સારવાર માટે બર્ધમાન મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા.
એક જ સમયે ત્રણ કે ચાર ટ્રેનો આવવાથી મુસાફરોમાં નાસભાગ
આ અંગેના અહેવાલો અનુસાર, હલ્દીબારી જતી એક ટ્રેન બર્ધમાન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ઉભી હતી. ત્યારે લાઇન 4 પર એક મેઇલ ટ્રેન અને લાઇન 6 પર રામપુરહાટ જતી એક ટ્રેન આવી હતી. જયારે એક જ સમયે ત્રણ કે ચાર ટ્રેનો આવવાથી મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી.
આપણ વાંચો : છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની સીઆરપીએફનું આયોજન