ટોપ ન્યૂઝનેશનલ

સુવર્ણ મંદિરમાં લોખંડના પાઇપથી શ્રદ્ધાળુ પર હુમલો, પાંચ ઘાયલ-એકની હાલત ગંભીર…

અમૃતસર: અમૃતસરના સુવર્ણ મંદિરમાં આજે અચાનક દોડધામ મચી ગઈ હતી. એક વ્યક્તિએ અચાનક લોખંડના પાઇપથી અનેક લોકો પર હુમલો કર્યો હતો, આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાની પૃષ્ટી કરતાં કહ્યું હતું કે એક વ્યક્તિએ લોખંડના સળિયાથી હુમલો કરતાં પાંચ લોકો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી IANS અનુસાર, તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

Also read : સંભલમાં તંત્રનાં બંદોબસ્તથી “કાંકરી ન ખરી!” હોળી અને જુમ્માની ઉલ્લાસપૂર્વક ઉજવણી

લોખંડના સળિયાથી શ્રદ્ધાળુ પર હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર અમૃતસરનાં સુવર્ણ મંદિર સંકુલમાં એક અજાણ્યા વ્યક્તિએ લોખંડના સળિયાથી શ્રદ્ધાળુ પર હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી. હુમલાની ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે ICUમાં છે. અમૃતસર પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાં બે સુવર્ણ મંદિરના સેવાદાર છે જ્યારે ત્રણ ભક્તો છે, જે અનુક્રમે મોહાલી, ભટિંડા અને પટિયાલાના રહેવાસી છે.

સ્ટાફ સાથે ઝઘડા બાદ કર્યો હુમલો
અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર હુમલાની ઘટના પૂર્વે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના એક કર્મચારીએ આરોપીને શંકાસ્પદ રીતે ફરતો જોયો હતો અને તેની ઓળખ પૂછી હતી. બાદમાં તેનો સ્ટાફ સાથે ઝઘડો થયો અને તેને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ તે પરિસર પરથી જતો રહ્યો હતો પરંતુ લોખંડના સળિયા સાથે પાછો ફર્યો અને કથિત રીતે SGPC કર્મચારીઓ અને દરમિયાનગીરી કરવા આવેલા શ્રદ્ધાળુ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે SGPC સેવાદાર સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.

Also read : “આ એક ખતરનાક માનસિકતા” ₹નાં પ્રતિકને હટાવવા મુદ્દે નિર્મલા સીતારમને કર્યા DMKને પ્રશ્ન

હુમલો કરનારા શખ્સની ધરપકડ
મીડિયા અહેવાલ મુજબ, પોલીસે શ્રદ્ધાળુઓ પર હુમલો કરનારા શખ્સની ધરપકડ કરી છે, જો કે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે તેના સાથીદારની પણ ધરપકડ કરી છે, જે તેની સાથે સુવર્ણ મંદિરમાં હતો. એવો આરોપ છે કે હુમલાખોરના સાથીએ આરોપીઓ સાથે મળીને મંદિર અને ભક્તોની રેકી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button