નેશનલસ્પોર્ટસ

આવતીકાલે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે

નવી દિલ્હીઃ હાલમા એશિયા કપ 2023 ચાલી રહ્યો છે, એશિયન ક્રિકેટ ટીમો એશિયાની ચેમ્પિયન બનવા માટે આમને સામને ટકરાઇ રહી છે. આવતીકાલે શ્રીલંકાની ટીમની ટક્કર બાંગ્લાદેશની ટીમ સામે થવાની છે. આજની મેચ બાંગ્લાદેશ માટે કરો યા મરોની સ્થિતિમાં છે કેમકે જો આજે ટીમને હાર મળશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે. એશિયા કપ 2023માં આ પહેલા લાહોરમાં રમાયેલી સુપર-ચારની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમને પાકિસ્તાન તરફથી સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ સંકટમાં આવી ગઇ હતી, હવે બાંગ્લાદેશની ટીમ માટે આજે શ્રીલંકા સામે જીતવું જરૂરી છે.

લીગ સ્ટેજમાં બાંગ્લાદેશની ટીમે નઝમૂલ હુસૈન શાન્તો અને મેહદી હસન મિરાઝની તાબડતોડ સદીઓની મદદથી અફઘાનિસ્તાન વિરુદ્ધ પાંચ વિકેટે 334 રન બનાવ્યા હતા. જોકે આ મેચને બાદ કરતાં બાંગ્લાદેશી બેટ્સમેન બાકીની મેચમાં સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. શ્રીલંકા વિરુદ્ધ તેમની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને બાદમાં પાકિસ્તાન ટીમ ફક્ત 193 રન જ બનાવી શકી હતી. હવે ફરી એકવાર બાંગ્લાદેશની ટીમનો સામને શ્રીલંકા સામે છે. આ મેચમાં મહિષ તિખીના અને મથિશા પાથિરાના જેવા બોલર છે. ગ્રુપ બીની મેચમાં આ બંને બોલરોએ બાંગ્લાદેશને 200ના સ્કૉરની અંદર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

શ્રીલંકન ટીમની વાત કરીએ તો શ્રીલંકાનું બોલિંગ આક્રમણ મજબૂત છે, જેમાં કસુન રાજીથાનો સમાવેશ થાય છે જેણે અફઘાનિસ્તાન સામે બે રનની એકદમ નજીકની જીતમાં ચાર વિકેટો ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. જો બાંગ્લાદેશને આ બોલરો સામે ટકવું હશે તો ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે.

બાંગ્લાદેશને શાન્તોની ખોટ પડશે, જે ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. શાન્તોની જગ્યાએ ટીમમાં લિટન દાસને સ્થાન મળ્યુ છે. શ્રીલંકાને પણ તેના કેપ્ટન દાસુન શનાકા પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. શ્રીલંકા ટૉપ ઓર્ડરના બેટ્સમેનો પાસેથી ઉપયોગી યોગદાનની અપેક્ષા રાખશે. જો બાંગ્લાદેશને શ્રીલંકાને ઓછા સ્કોર સુધી રોકવું હશે તો તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામ ઉપરાંત કેપ્ટન શાકિબ અલ હસને પણ સારી બોલિંગ કરવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button