શ્રીલંકાએ ૩૨ ભારતીય માછીમારોની કરી ધરપકડ…
2024માં લંકાની હદમાં ગેરકાયદે પ્રવેશવાના આરોપસર ૫૨૯ ભારતીયની કરી હતી ધરપકડ

કોલંબોઃ શ્રીલંકાએ આજે ૩૨ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. ટાપુ રાષ્ટ્રના જળવિસ્તારમાં કથિત રીતે પ્રવેશ કરવાના આરોપમાં પાંચ માછીમારી બોટ પણ જપ્ત કરી હતી. આ માહિતી શ્રીલંકાના નૌકાદળે આપી હતી.
Also read : સંસ્કૃતિનો ‘સમન્વય’: કુંભ પછી ગુજરાત સાથે 6 રાજ્યમાં બાંગ્લાદેશી કલાકારો કરશે પરફોર્મ
શ્રીલંકાના નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે મન્નારના ઉત્તરમાં દરિયાઇ વિસ્તારમાં એક વિશેષ અભિયાન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. શ્રી લંકાના જળવિસ્તારમાં ગેરકાયદે શિકાર કરતી વખતે પાંચ ભારતીય માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી અને ૩૨ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
નૌકાદળે જણાવ્યું કે ધરપકડ કરાયેલા માછીમારો અને તેમની બોટને તલાઇમન્નાર જેટી પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને કાનૂની કાર્યવાહી માટે મન્નારના ફિશરીઝ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવશે.
નિવેદનમાં જણાવાયું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં નૌકાદળે શ્રી લંકાના જળવિસ્તારમાં ગેરકાયદે શિકાર કરવાના આરોપમાં ૧૩૧ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને ૧૮ માછીમારી બોટ જપ્ત કરી છે.
Also read : દિલ્હીમાં ‘તખ્તો’ પલટાયો પણ ‘આપ’નો મૂડ નહીંઃ વિપક્ષનાં નેતા તરીકે આતિશીની પસંદગી
વર્ષ ૨૦૨૪માં ટાપુ રાષ્ટ્રના નૌકાદળે શ્રીલંકાના જળવિસ્તારમાં ગેરકાયદે પ્રવેશવાના આરોપસર ૫૨૯ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રી લંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.