₹6.6 Crore Spurious Drugs Seized in Kolkata Raids
નેશનલ

કોલકાતામાં નકલી દવાઓ પર તવાઈ: 6.6 કરોડ મૂલ્યની નકલી દવાઓ જપ્ત

કોલકાતા: આજે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), ઈસ્ટર્ન રિજન અને ડિરેક્ટોરેટ ઑફ ડ્રગ કંટ્રોલ દ્વારા કોલકાતામાં નકલી દવાઓના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. દવાના એક જથ્થાબંધ ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન નકલી એન્ટી-કેન્સર, એન્ટી-ડાયાબીટીક અને અન્ય દવાઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વિદેશમાં બની હતી દવાઓ જપ્ત કરવામાં આવેલી દવાઓ પર મેડ ઇન આયર્લેન્ડ, તુર્કી, યુએસ અને બાંગ્લાદેશના લેબલો લાગેલા હતા અને આ દવાઓનેની કાયદેસરની આયાતને સાબિત કરવા માટે કોઈપણ પુરાવાઓ મળ્યા નહોતા. તપાસ ટીમને ઘણી ખાલી પેકિંગ સામગ્રી પણ મળી આવી હતી, જેનાથી જપ્ત કરાયેલ ઉત્પાદનોની પ્રમાણિકતાને લઈને વધુ શંકાઓ જાગી હતી.

બજાર મૂલ્ય 6.60 કરોડ રૂપિયા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી દવાનું કુલ અંદાજિત બજાર મૂલ્ય 6.60 કરોડ રૂપિયા છે. જપ્ત કરવામાં આવેલા દવાના જથ્થાના નમૂનાને ગુણવત્તા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે બાકીનો જપ્ત જથ્થો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

Also read: કોલકાતામાં સાત મહિનાની બાળકીનું અપહરણ અને બળાત્કાર

એક આરોપીની ધરપકડ તપાસ બાદ આરોપી જથ્થાબંધ પેઢીના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન, ઈસ્ટર્ન રિજનના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા આરોપી મહિલાની અટકાયત કરવામાં આવી છે. કોર્ટે આરોપીને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે અને તેની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button