દરવાજો ના ખુલતા મુસાફર Spicejet Flightના ટોઈલેટમાં ફસાયો, કોમોડ પર બેસીને મુસાફરી કરી

બેંગલુરુ: ભારતના એવિએશન સેકટરમાં છેલ્લા દિવસથી ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. એવામાં સ્પાઈસ જેટ એરલાઈન્સની મુંબઈ-બેંગ્લોર ફ્લાઈટમાં એક મુસાફર 1.30 કલાક સુધી ટોઈલેટમાં ફસાઈ ગયો હોવાની ઘટના બની હોવાના અહેવાલ છે. ટેક્નિકલ ખામીના કારણે ટોઇલેટનો ગેટ ખૂલ્યો ન હોવાથી મુસાફર બહાર નીકળી શક્યો ન હતો. જ્યારે પ્લેન બેંગલુરુના કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફે ટોઈલેટનો દરવાજો તોડીને પેસેન્જરને બહાર કાઢ્યો હતો. લેન્ડીંગ વખતે ટોઇલેટમાં ફસાઈ ગયેલા પેસેન્જરને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અહેવાલો મુજબ વિમાનના ટોયલેટમાં ફસાઈ જવાની આ ઘટના ફ્લાઈટ નંબર SG-268માં બની હતી. સ્પાઈસ જેટના આ વિમાને મંગળવારે સવારે 2 વાગ્યે મુંબઈ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું. ટોઇલેટમાં ફસાયેલા મુસાફરની માહિતી હજુ જાણવા મળી નથી. સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું છે કે ટોઇલેટમાં ફસાયેલા વ્યક્તિને સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું છે. કેબિન ક્રૂએ પણ ટોયલેટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ દરવાજો ન ખૂલ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેન ટેકઓફ થતાં જઅહેવાલો મુજબ વિમાનના ટોયલેટમાં ફસાઈ જવાની આ ઘટના ફ્લાઈટ નંબર SG-268માં બની હતી. સ્પાઈસ જેટના આ વિમાને મંગળવારે સવારે મુસાફર પોતાનો સીટબેલ્ટ ખોલીને ટોયલેટમાં ગયો હતો.

પરંતુ ટોયલેટના દરવાજામાં ખામી હોવાથી તે અંદર ફસાઈ ગયો હતો. પેસેન્જરે ટોયલેટની અંદરથી ક્રૂ મેમ્બર્સને એલર્ટ પણ મોકલ્યું કે તે ફસાયો છે. આ પછી ક્રૂ મેમ્બરોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં દરવાજો ખુલ્યો ન હતો. આ પછી મુસાફર 1.30 કલાક સુધી ટોયલેટની અંદર ફસાયેલો રહ્યો.
મેમ્બર્સને લાગ્યું કે ટોઇલેટનો દરવાજો નહીં ખુલે, ત્યારે એક એર હોસ્ટેસે કાગળ પર મોટા અક્ષરોમાં નોટ લખી દરવાજા નીચેથી અંદર સરકાવી હતી, જેમાં લખ્યું હતું કે, ‘સર, અમે દરવાજો ખોલવા માટે ઘણી કોશિશ કરી. પરંતુ અમે તેને ખોલી શક્યા નથી. ચિંતા કરશો નહીં, આપણે થોડી વારમાં લેન્ડ કરીશું. તેથી, કોમોડનું લીડ નીચે ઉતારો અને તેના પર બેસી જાઓ અને સુરક્ષિત રહો. ઉતરતાની સાથે જ એન્જિનિયરો મદદ કરશે.’
સ્પાઈસ જેટની ફ્લાઈટ મંગળવારે સવારે 3.42 કલાકે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. પ્લેન લેન્ડ થતાની સાથે જ એન્જિનિયરો ત્યાં પહોંચ્યા અને દરવાજો તોડીને પેસેન્જરને ટોયલેટમાંથી બહાર કાઢ્યો. મુસાફરને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.