ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીથી શ્રીનગર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં અચાનક ફ્રી ફોલની સ્થિતિ, ડગમગાયું વિમાન, મુસાફરોમાં ગભરાટ…

નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગની ચિંતામાં વધારો થયો છે. આ દુર્ઘટના બાદ અનેક ફલાઈટ ઓપરેશન અને વિમાનમાં ખામીઓ પ્રકાશમાં આવી છે. ત્યારે શનિવારે દિલ્હીથી શ્રીનગર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG-385 અચાનક ‘ફ્રી ફોલ’ સ્થિતિમાં આવી ગઈ હતી. આ ઘટના બનિહાલ પાસ ઉપર ઉડતી વખતે બની હતી. જ્યારે ફ્લાઇટ અચાનક અનેક મીટર નીચે આવી ગઈ હતી. જેના લીધે વિમાનમાં બેઠેલા મુસાફરો લગભગ 23 સેકન્ડ સુધી ગભરાઈ ગયા હતા. જેમાં સીટ બેલ્ટ પહેરવાની સૂચના આપી હોવા છતાં લોકો સીટોને પકડીને બેઠા હતા. જયારે ક્રૂ મેમ્બર્સ વિમાનના ફ્લોર પર બેઠા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે, વિમાનનું સેફ લેન્ડીંગ થયું હતું.

વાયરલ વીડિયોમાં અરાજકતા જોવા મળી
આ ઘટનાનો વીડિયો X પર એક યુઝરે પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં નિહાળી શકાય છે કે વિમાનની અંદર અરાજકતાનું વાતાવરણ છે. મુસાફરો ગભરાઈ ગયા છે. સીટ બેલ્ટની જાહેરાત કરવામાં આવી રહી છે અને એક એર હોસ્ટેસ ફ્લોર પર બેઠેલી જોવા મળી રહી છે. યુઝર્સના જણાવ્યા મુજબ, તે ફ્રી ફોલની છેલ્લી થોડી સેકન્ડો જ રેકોર્ડ કરી શક્યો હતો. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલા બધી બારીઓના કાચ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. જેથી મુસાફરો કોઈ અનિચ્છનીય ઘટનાનો ડર ના રહે.

ફ્રી ફોલનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી
જોકે, આ ફ્લાઇટના ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી. તેમણે કહ્યું કે આ સ્થિતિ દરમિયાન વિમાનનું સંતુલન અચાનક બગડી ગયું અને થોડીક સેકન્ડ માટે એવું લાગતું હતું કે વિમાન પડી જવાની તૈયારીમાં છે. આ અંગે સ્પાઇસજેટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમ જ ફ્રી ફોલનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી.

ડીજીસીએ તપાસ કરી શકે છે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયો અને મુસાફરોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ઘટનાની તપાસ થઈ શકે છે. સામાન્ય રીતે કોઈપણ ફ્લાઇટમાં આવી અણધારી પરિસ્થિતિ બને ત્યારે રિપોર્ટિંગ ફરજિયાત હોય છે.

ફ્લાઈટ ફ્રી ફોલની સ્થિતી શું છે ?
ફ્લાઈટ ફ્રી ફોલ એ એવી પરિસ્થિતિ છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ હેઠળ વિમાન અચાનક થોડીક સેકન્ડ માટે નીચે આવે છે. આ પરિસ્થિતિ બે પ્રકારની હોય છે – એક વૈજ્ઞાનિક હેતુઓ માટે નિયંત્રિત અને બીજી ટેકનિકલ ખામી અથવા કટોકટીને કારણે અચાનક સર્જાય છે. ત્યારે મુસાફરોને એવું લાગે છે કે તેઓ તરતા હોય છે. શરીરનું વજન ઓછું થયેલું લાગે છે અને પેટમાં કંપન અથવા આંચકો આવે છે. આનો ઉપયોગ સ્પેશ એજન્સીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણ તાલીમ માટે કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button