Spicejetનો મોટો ખુલાસો, એરલાઈને PF અને TDSના આટલા કરોડ રૂપિયા નથી ચૂકવ્યા
મુંબઈ: નાણાકીય કટોકટીમાંથી પસાર થી રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટ(Spicejet)ની મુશ્કેલીઓ વધી રહી છે, તાજેતરના એક અહેવાલ મુજબ કંપનીએ કર્મચારીઓના ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) અને પ્રોવિડન્ટ ફંડ (PF)ની પણ ચૂકવી નથી કરી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)માં ફાઇલ કરેલા દસ્તાવેજમાં સ્પાઈસજેટે જાહેર કર્યું છે કે કંપનીએ એપ્રિલ 2020 થી ઓગસ્ટ 2023 સુધીના સમયગાળા માટે કર્મચારીઓના PFના ₹ 135.3 કરોડ ચૂકવ્યા નથી, આ જ સમયગાળા માટે કંપનીએ સ્ટાફના પગારમાંથી TDSના ₹220 કરોડ ચૂકવ્યા નથી.
આ પણ વાંચો: અજય સિંહનું આ પગલું સ્પાઇસજેટને બચાવી શકાશે! કંપની મોટી જાહેરાત કરી શકે છે
એરલાઇન દ્વારા સબમિટ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર TDSમાં લગભગ ₹72 કરોડ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)માં ₹84.5 કરોડ વિવાદિત છે, તેમજ સર્વિસ ટેક્સ (વ્યાજ સહિત) અને કસ્ટમ્સ અને કસ્ટમ્સ ડ્યુટી (વિલંબ માટે દંડ સહિત)માં કરોડો બાકી ચુકવવાના બાકી છે.
વિવાદિત TDS ચૂકવણીની તારીખ AY 2009/10 થી AY 2013/14 સુધીની છે, અને GST ડ્યુ જુલાઈ 2017 થી માર્ચ 2019 સુધીનું છે. સૌથી જૂનો વિવાદિત રકમ એપ્રિલ 2006નો છે, સર્વિસ ટેક્સના ₹ 1.71 કરોડ ચુકવવાના બાકી છે.
સર્વિસ ચાલુ રાખવા માટે સ્પાઇસજેટ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા શેર વેચીને મહિનાના અંત સુધીમાં રૂ. 3,000 કરોડ એકત્ર કરશે. જ્યારે યસ બેંકે QIP માટે સંમતિ આપી છે, ICICI અને ઇન્ડિયન બેંકે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
સ્પાઈસજેટ આ ઈસ્યુમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ તેની નાણાકીય પરિસ્થિતિ સુધારવા અને સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી પર પાછા ફરવા માટે કરવાની યોજના ધરાવે છે.