24 કલાક બાદ બનશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…
હિંદુ ધર્મમાં અનેક વ્રત-પર્વાદિ વિશે માહિતી આપવામાં આવી છે અને એમાંથી જ એક એટલે હરતાલિકા તીજ. હરતાલિકા તીજનો તહેવાર આ વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જલા વ્રત રાખે છે અને શિવ-પાર્વતીની પૂજા કરે છે. પરંતુ આ વખતની હરતાલિકા ખાસ હોય છે. પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હરતાલિકા તીજની રાતે સવાદાસ વાગ્યાની આસપાસ બ્રહ્મ મુહૂર્ત શરુ થઈ જશે અને બ્રહ્મયોગ બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકો અને વેપાર કરી રહેલાં લોકોને આ યોગને કારણે ફાયદો થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે. બિઝનેસમેનને કોઈ મોટી ડીલ હાથ લાગી શકે છે. અભ્યાસ કરી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. જો ઘરના કોઈ સદસ્યની તબિયત ખરાબ હશે તો એમાં સુધારો થવાની શક્યતા છે. આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. સંતાન તમારી અપેક્ષા પર ખરા ઉતરશે.
આ પણ વાંચો :Ganesh Chaturthiથી આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, સદીઓ બાદ થઈ રહ્યો છે દુર્લભ સંયોગ
તુલાઃ
તુલા રાશિના વેપાર કરી રહેલાં જાતકોને આ યોગને કારણે જોરદાર નફો થશે. ખર્ચમાં કમી આવશે અને પૈસા બચાવવામાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો સારો રહેશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરી રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોને પગાર વધારો મળી શકે છે. આર્થિક સંકટ દૂર થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવી રહી છે.