બદ્રીનાથ કેદારનાથ ધામના દરવાજા ખોલવાની ખાસ તૈયારી યાત્રીકોનુ આ રીતે થશે સ્વાગત
દહેરાદુનઃ ઉતરાખંડના બદ્રીનાથ કેદારનાથ ચારધામના દરવાજા ખોલવાના અવસરે હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવશે, એવી મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ રવિવારે જાહેરાત કરી હતી. કેદારનાથ યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા 10 મીના રોજ ખુલશે જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે
મુખ્યપ્રધાન ધામીએ દિલ્હીના ઉતરાખંડ સદનથી બાબા કેદારનાથ ડોલી યાત્રા સાથે ચાલી રહેલા મુખ્ય સેવકના ભંડારા કાર્યક્રમ માટે 300 સેવકોની ટીમને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન દહેરાદુનમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાનના મુખ્ય સેવક સદનમાં કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ રીતે જોડાયેલા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10મેથી શરૂ થવા જઈ રહી છે. સમગ્ર રાજ્ય માટે આ ઉત્સાહનું પર્વ છે. ચારધામ યાત્રાને સલામત અને સુરક્ષા પૂર્ણ રાખવા માટેની બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે પીવાના પાણી વાહન વ્યવહાર વીજળી આરોગ્ય આપત્તિ વ્યવસ્થાપન પોલીસ ટ્રાફિક જાહેર બાંધકામ વગેરે વિભાગોની તૈયારીઓની સમીક્ષાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક વિભાગના અધિકારીઓને તેમના યાત્રાને લગતા તમામ કામ 10 મેં પહેલા પૂરા કરી લેવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.
ચારધામ યાત્રા કોઈ એક વ્યક્તિની નથી પરંતુ સમગ્ર દેશની યાત્રા છે. દર વર્ષે ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ઉત્તરાખંડ આ યાત્રાનું યજમાન છે અને ગયા વર્ષના અનુભવો માંથી શીખીને આ વખતે યાત્રાને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમ મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું.