Indian Railwaysમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે આ ખાસ સુવિધા, જાણી લેશો તો ફાયદામાં રહેશો….
ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવેની ટ્રેનોને કારણે પ્રવાસીઓ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. ભારતીય રેલવે પણ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ યોજનાઓ અને પગલાં લેવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે તો રેલવે દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવે છે. આજે અમે અહીં તમને સિનિયર સિટીઝન માટેની આવી જ એક ખાસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમને આનંદ આનંદ થઈ જશે…
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ખુદ લોકસભામાં આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય રેલવે દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ લોઅર બર્થ એલોટ કરવામાં આવે છે. આ સિવાય 45 વર્ષથી વધુ ઉંમરની મહિલા પ્રવાસીઓને પણ કોઈ પણ સ્પેશિયલ રિક્વેસ્ટ વિના લોઅર બર્થ એલોટ કરવામાં આવે છે.
સીટ સિવાય વરિષ્ઠ નાગરિકોને ટિકિટમાં પણ ખાસ રાહત આપવામાં આવે છે, જેથી એમનો પ્રવાસ સસ્તો અને આરામદાયક બની શકે છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર વરિષ્ઠ નાહરિકો માટે વ્હીલચેર, સ્પેશિયલ કેર જેવી ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.
ભારતીય રેલવેના આ સ્પેશિયલ કોટાનો લાભ 60 વર્ષના પુરુષ અને 58 વર્ષથી ઉપરની મહિલા પ્રવાસીઓ લઈ શકે છે. 45 વર્ષથી ઉપરની કે એકલી પ્રવાસ કરનારી મહિલા પ્રવાસીઓને પણ આ કોટા હેઠળ લોઅર બર્થ આપવામાં આવે છે. આમ આઈઆરસીટીસી લોઅર બર્થ કોટા સિનિયર સિટીઝન અન્ય યોગ્ય વ્યક્તિઓ માટે સુરક્ષિત અને આરામદાયક પ્રવાસની ખાતરી આપે છે.
ભારતીય રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં લઈને ટ્રેનની કેટલીક સીટ એમના માટે રિઝર્વ રાખી છે. સ્લિપર કોચમાં કોચ દીઠ છ લોઅર બર્થ સિનિયર સિટીઝન કોટામાં રિઝર્વ હોય છે અને એસી 3 ટિયર અને 2 ટિયર તોરમાં ત્રણ લોઅર બર્થ આ ક્લાસમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે.
રાજધાની, દુરંતો સહિતની અન્ય ફૂલ એસી ટ્રેનોમાં પણ સિનિયર સિટીઝન માટે આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હોય છે, જેથી તેઓ આરામદાયક મુસાફરીનો આનંદ ઉઠાવી શકે છે. જો તમારા ઘરના વડીલો પણ ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં હોય તો તેમના સુધી આ માહિતી પહોંચાડીને તેમનો પ્રવાસ પણ આરામદાયક બનાવવામાં ભારતીય રેલવેની મદદ કરો.