નેશનલ

સંસદના શિયાળુ સત્રમાં યોજાશે રાષ્ટ્રગીત “વંદે માતરમ” પર વિશેષ ચર્ચા, પીએમ મોદી સામેલ થશે

નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ” ની 150મી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેની માટે સંસદના શિયાળુ સત્રમાં એક ખાસ ચર્ચા યોજવામાં આવશે. આ ખાસ ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ ચર્ચા આજ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે યોજાશે. તે લોકસભા 10 કલાક કાર્યરત રહેશે. ચર્ચામાં સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરણાદાયી ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર કેન્દ્રિત હશે.

વંદે માતરમ ગીતને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવ્યું

આ અંગે આજે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તેમજ લોકસભા અને રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિઓની બેઠકોમાં આ પ્રસ્તાવ પર સંમતિ સધાઈ હતી. સત્તાધારી પક્ષોના સભ્યોએ રાજ્યસભામાં તેને સપોર્ટ કર્યો હતો. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તમામ પક્ષોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જયારે એનડીએ સભ્યોએ પણ રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચાની હિમાયત કરી હતી.

આ પણ વાંચો: સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ખડગેએ પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કરી કહ્યું, મને આશા છે…

પીએમ મોદીએ “વંદે માતરમ” ને સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો ગણાવ્યો

ઉલ્લેખનીય છે કે, “વંદે માતરમ” ગીત ને વર્ષ 1950 માં ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. જે વર્ષ 1870 ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃતનિષ્ઠ બંગાળીમાં લખવામાં આવ્યું હતું. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની બંગાળી નવલકથા આનંદમઠનો એક ભાગ છે, જે સૌપ્રથમ 1822 માં પ્રકાશિત થઈ હતી. આ ગીત ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બન્યું. ગીતની રચનાની 150મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્ર સરકારે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. પીએમ મોદીએ તાજેતરમાં “વંદે માતરમ” ને સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો ગણાવ્યો અને યુવાનોને તે ગાવાની અપીલ કરી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button