Lok Sabha: લોકસભાના પ્રથમ સત્રની પ્રોડક્ટિવિટી 103% રહી, આ મુદ્દાઓ રહ્યા ચર્ચામાં

નવી દિલ્હી: ચૂંટણી બાદ પહેલીવાર મળેલા લોકસભા સત્ર(Lok Sabha session)માં મજબુત બનેલા વિપક્ષ અને સત્તારૂઢ NDA ગઠબંધન વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી, ગઈ કાલે 18મી લોકસભાનું પ્રથમ સત્ર અંત થયું હતું. એવામ આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા(Om Birla)એ ગૃહને માહિતી આપી હતી કે પ્રથમ સત્રમાં સંસદની પ્રોડક્ટિવિટી 103 ટકા રહી છે.
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું અને 2 જુલાઈએ વડાપ્રધાનના જવાબ સાથે સમાપ્ત થયું હતું. સાત બેઠકો વાળું આ સત્ર 34 કલાક સુધી ચાલ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન 50 સભ્યોએ વક્તવ્ય આપ્યું હતું.
સત્રના પ્રથમ બે દિવસમાં, સંસદના બંને ગૃહોના 539 સભ્યોએ શપથ લીધા હતા. 27 જૂને રાષ્ટ્રપતિએ સંબોધન આપ્યું હતું, ત્યાર બાદ આભાર પ્રસ્તાવ પર 18 કલાકની ચર્ચા ચાલી હતી, જેમાં 68 સભ્યોએ ભાગ લીધો. સંસદની સંયુક્ત બેઠક માટે રાષ્ટ્રપતિ દ્વારા આભાર પ્રસ્તાવ પસાર કરીને સત્ર સમાપ્ત થયું.
| Also Read: PM Modi એ રાજ્યસભામાં Congressપર કર્યો કટાક્ષ, કહ્યું કેટલાક લોકોને જનાદેશ સમજાતો નથી
પ્રથમ સત્રની કાર્યવાહી હોબાળા ભરેલી રહી હતી, જેમાં વિવિધ પક્ષના નેતાઓના ઉગ્ર ભાષણો પણ જોવા મળ્યા હતા. NEET-UG પરીક્ષા, પેપર લીક, અગ્નિપથ યોજના અને મણિપુર જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા. વિપક્ષના નેતા, રાહુલ ગાંધીના નિવેદન અંગે પણ ભારે હોબાળો થયો, તેમણે એવી ટિપ્પણી કરી હતી કે પીએમ મોદી અને ભાજપ લઘુમતીઓ પ્રત્યે હિંસા અને નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે અને તેઓ ‘સાચા હિન્દુ’ નથી. સ્પીકરના આદેશથી તેમની કેટલીક ટિપ્પણીઓને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી હતી.
| Also Read: કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
વડા પ્રધાન મોદીએ પણ વળતો પ્રહાર કર્યો અને રાહુલ ગાંધીને કહ્યું કે ‘બાલક બુદ્ધી, તુમસે ના હો પાએગા’ . સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વડા પ્રધાન મોદીના જવાબ દરમિયાન વિપક્ષના વર્તનની નિંદા કરતો ઠરાવ રજુ કર્યો હતો.