ઇન્ટરનેશનલનેશનલ

આજે રાતથી ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ અને કનેક્ટિવિટી વધશે, ISRO SpaceX સાથે GSAT-N2 લોન્ચ કરશે

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ પ્રમુખપદ જીતવામાં મદદ કરનાર અબજોપતિ એલોન મસ્ક હવે ભારતની મદદે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ‘બર્ડી’ એલોન મસ્કની માલિકીની SpaceX સાથે ભારતની અવકાશ એજન્સી ISROએ કરોડો ડોલરના સોદો કર્યો છે, જે મુજબ સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20 (જેને GSAT N-2 પણ કહેવાય છે)ને ભ્રમણકક્ષામાં લઈ જશે. 4,700 કિગ્રા વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતના વર્તમાન પ્રક્ષેપણ વાહનની ક્ષમતા કરતા વધારે છે.

હાલમાં ISRO ચાર ટનથી વધુના ઉપગ્રહો લોન્ચ કરવામાં અસમર્થતાને દૂર કરવા માટે નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ (NGLV) વિકસાવી રહ્યું છે, પણ તે દરમિયાન ઉપગ્રહના લોન્ચિંગ માટે SpaceXની પસંદગી કરવામાં આવી હતી. વૈશ્વિક કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં SpaceX અગ્રેસર છે. SpaceXના સહયોગથી ઈસરોના અત્યાધુનિક કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-N2ને અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

આ સેટેલાઇટ સમગ્ર દેશમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને ખાસ કરીને આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દૂરના વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરશે અને સ્માર્ટ સિટી અને ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી પહેલને સમર્થન આપશે, જે એરલાઇન સેવાઓ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

સ્પેસએક્સના લોન્ચ વ્હીકલ ફાલ્કન-9 દ્વારા સોમવારે મધ્યરાત્રિ પછી ભારતીય ઉપગ્રહ GSAT-N2ને અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ 19 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર સ્પેસએક્સના ફાલ્કન-9 લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવશે. જો કોઈ કારણોસર આ મિશન નિર્ધારિત સમયે લોન્ચ ન થઈ શક્યું તો તેનો વૈકલ્પિક સમય 19 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

આ ઉપગ્રહની ખાસિયતોની વાત કરીએ તો આ ઉપગ્રહની સંચાર ક્ષમતા 48 જીબી પ્રતિ સેકન્ડ છે, જે દૂરના વિસ્તારોને ઈન્ટરનેટ સાથે જોડવામાં મદદ કરશે. આ ઉપગ્રહ 14 વર્ષ સુધી કાર્યરત રહેશે. આ GSAT-N2 ઉપગ્રહ NSILનો બીજો ઉપગ્રહ છે. અગાઉ, જૂન 2022 માં, NSIL એ પ્રથમ ઉપગ્રહ GSAT-24 લોન્ચ કર્યો હતો. હાલમાં NSIL ના 11 ઉપગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષામાં કાર્યરત છે.

Also Read – DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ

અવકાશ ક્ષેત્રે ગણ્યાગાંઠ્યા દેશ કામ કરી રહ્યા છે. એવામાં SpaceX એ ભારત માટે એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ છે કારણ કે ચીનની વ્યાપારી સેવાઓને ભારત દ્વારા ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી અને રશિયા યુક્રેનના સંઘર્ષમાં સામેલ છે., તેથી હાલમાં તેની સેવા લઇ શકાય તેમ નથી. આથી ભારતે SpaceXની સેવા લીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકબીજાને “મારો મિત્ર” કહે છે. ઉદ્યોગસાહસિક એલોન મસ્ક બંનેના સારા મિત્ર છે. એલોન મસ્ક કહે છે કે તેઓ “મોદીના ચાહક” છે. એવા સમયે એલોન મસ્કની કંપની SpaceX દ્વારા ભારતીય ઉપગ્રહનું લોન્ચિંગ દેશમાં અનેક લોકોના ભવાં ઊંચા કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button