નેશનલ

દલિત યુવકોને મળવા અલીગઢ જઈ રહેલા સપા સાંસદને નજરકેદ કરાયા, સાંસદ ધરણા બેસી ગયા

અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢમાં દલિત યુવકોને જાહેરમાં માર મારવાનો (Dalit youth attacked in Aligarh) ઘટના બની હતી, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોબાળો મચી ગયો છે. આ સાથે મુદ્દે રાજકરણ પણ ગરમ થઇ ગયું છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન (Ramji Lal Suman) આજે અલીગઢ જઈ રહ્યા હતાં, ત્યારે પોલીસે તેમને ઘરે જ રોકી દીધા હતાં.

સાંસદ રામજી લાલ સુમનને આજે સવારે અલીગઢ જવા તેના ઘરેથી નીકળી રહ્યા હતાં કે તરત જ પોલીસે બેરિકેડ લગાવીને તેમને અટકાવ્યા. આ દરમિયાન સપા સાંસદ સુમને પોલીસને કહ્યું, “તમે સુરક્ષાના નામે મને નજરકેદ કરી રહ્યા છો. મને સુરક્ષાની જરૂર નથી, મારી સુરક્ષા ભગવાન પર છોડી દો.”

પોલીસે સુરક્ષાના કારણોસર સાંસદ રામજી લાલ સુમનને નોટિસ આપી હતી. મીડિયા સાથે વાત કરતા, સપા સાંસદ સુમને કહ્યું, “ભાજપ સરકાર દલિતો પર અત્યાચાર કરી રહી છે, દલિતો પર અત્યાચાર સતત વધી રહ્યા છે. સુરક્ષાના નામે મને નજરકેદ રાખવામાં આવી રહ્યો છે, જ્યારે બદમાશો અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે.”

સપા સાંસદ સુમને એમ પણ કહ્યું કે જે લોકો ઘરમાં ઘુસીને ઘાતક હુમલો કરે છે, જેઓ ખુલ્લેઆમ તલવારો લહેરાવી રહ્યા છે. આવા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જો અમારા કાર્યકરો તલવારો લઈને બહાર આવશે, તો અમને ખબર છે કે તમે તેમની સાથે શું કરશો?

દલીલો છતાં પોલીસે સાંસદને જવા ન દીધા, ત્યારે સુમન તેમના સમર્થકો સાથે રસ્તા પર ધારણા પર બેસી ગયા.

આપણ વાંચો:  કૉંગ્રેસમાં નેપોટિઝમની ટીકા વચ્ચે પોતાના દમ પર આગળ વધી હતી નાથદ્વારાની ગિરિજા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button