સપા નેતા આઝમ ખાનને 10 વર્ષની કેદ અને 14 લાખનો દંડ, શું છે સમગ્ર મામલો જાણો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો છેલ્લા તબક્કા માટે મતદાન 1 જૂનના રોજ યોજાશે. જો કે તે પહેલા જ સમાજવાદી પાર્ટીને જોરજાર ઝટકો લાગ્યો છે. સપાના અગ્રણી નેતા અને પાર્ટીનો સૌથી લોકપ્રિય મુસ્લિમ ચહેરો મનાતા આઝમ ખાનને રામપુરની એમએલપી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. તે સાથે જ કોર્ટે તેમને 14 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે બરકત અલી ઠેકેદારને પણ 7 વર્ષની સજા સંભળાવી છે, અને 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડુંગરપુરમાં નોંધાયેલી ફરિયાદના પગલે એમપી-એમએલએ કોર્ટે સજા સંભળાવી છે, આઝમ ખાન અને બરકત અલીને કાલે કોર્ટ તરફથી ડુંગરપુર બસ્તી કેસમાં દોષિત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે સપા નેતા આઝમ ખાન પર વર્ષ 2016માં ડુંગરપુરની વસ્તીને બળજબરીપુર્વક ખાલી કરાવવા અને ધમકાવવાના મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આઝમ ખાન અને બરકત અલી ખાનને રામપુરમને એમપી-એમએલએ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
ડુંગરપુર વસ્તીમાં રહેતા અબરાર નામના વ્યક્તિએ 6 નવેમ્બર 2016ના રોજ ગંજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઝમ ખાન, નિવૃત પોલીસ કર્મચારી આલે હસન અને કોન્ટ્રાક્ટર બરકત અલી સામે ઘરમાં ઘૂસીને લૂંટફાટ અને મારપીટ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તે સાથે જ તેમની સામે તે પણ આરોપ હતો કે તેમણે બળજબરીપૂર્વક ઘર ખાલી કરાવીને તેને ધરાશાયી કરવામાં આવ્યું હતું.
Also Read –