નેશનલ

સાઉથ આફ્રિકાએ ઓસ્ટે્રલિયાને 134 રનથી હરાવ્યું

લખનઊ: લખનઊમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટે્રલિયાને 134 રનથી કારમી હાર આપી હતી. વર્લ્ડ કપમાં ઓસ્ટે્રલિયાની આ સતત બીજી હાર છે. પ્રથમ બેટિગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટે્રલિયાની ટીમ 40.5 ઓવરમાં 177 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટે્રલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 46 રન કર્યા હતા. જ્યારે મિશેલ સ્ટાર્કે 27 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી કગીસો રબાડાએ ત્રણ, જ્યારે કેશવ મહારાજ, માર્કો જેન્સન અને તબરેઝ શમ્સીને બે-બે વિકેટ મળી હતી જ્યારે એનગિડીને એક વિકેટ મળી હતી.ઓસ્ટે્રલિયન ટીમની આ સતત બીજી હાર છે. પ્રથમ મેચમાં તેને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ
સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમનો આ સતત બીજો વિજય છે. તેણે પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ડિ કોકને તેની સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અગાઉ પ્રથમ બેટિગ કરતા દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટે્રલિયાને 312 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા. ક્વિન્ટન ડિ કોકે 106 બોલમાં 109 રન કર્યા હતા. જ્યારે એડન માર્કરામે 44 બોલમાં 56 રન કર્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ 350 કરતા વધુ રન કરશે પરંતુ ડેથ ઑવર્સમાં ઑસ્ટે્રલિયાની ઘાતક બોલિંગે તેમને 320 રનમાં રોકી દીધા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડિ કોક વચ્ચે પ્રથમ વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. બાવુમા 35 રન કરી આઉટ થયો હતો. આ પછી ડિ કોકે બીજી વિકેટ માટે રાસી વાન ડેર ડુસેન સાથે 50 રનની ભાગીદારી કરી હતી. ડુસેન પણ 26 રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. ડિ કોકે તોફાની ઇનિંગ રમી અને 90 બોલમાં સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં તેની સતત બીજી સદી હતી.

ઑસ્ટે્રલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ 1-1 વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button