હાથના ટેટૂ અને વાયરલેસ સૌમ્યાના હત્યારાને શોધવાના સાધન બન્યા
પંદર વર્ષ બાદ બુધવારે દિલ્હીની સાકેત કોર્ટે સૌમ્યા સ્વામીનાથનના હત્યારાઓને દોષિત ઠેરવ્યા. જોકે આ કેસ દિલ્હી પોલીસ માટે પડકારજનક હતો ત્યારે હાથનું ટેટૂ, પોલીસકર્મી પાસેથી ચોરાયેલો વાયરલેસ અને CCTV ફૂટેજ… આ એવા કડીઓ હતા જેની મદદથી દિલ્હી પોલીસ દિલ્હીના પ્રખ્યાત પત્રકાર સૌમ્યા સ્વામીનાથન હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી. જોકે આ કડીઓ બીજી એક હત્યાના કેસ સાથે જોડાયેલી હતી, પણ પોલીસને આ કેસના હત્યારા પણ મળી ગયા.
તારીખ હતી 18 માર્ચ, 2009… એક IT કંપનીમાં કામ કરતી જીગીશા ઘોષની લાશ દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના સૂરજકુંડ વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જિગીશા ઘોષ હત્યા કેસનો ભેદ બે-ત્રણ દિવસમાં ઉકેલાઈ ગયો. આ કેસના તપાસ અધિકારી અતુલ કુમાર વર્માનું કહેવું છે કે પોલીસને જે પહેલો સંકેત મળ્યો તે સીસીટીવી ફૂટેજ હતો.
આ ફૂટેજમાં એક આરોપીના હાથ પર ટેટૂ જોવા મળે છે. આરોપીઓએ જીગીષાના ડેબિટ કાર્ડથી શોપિંગ કર્યું હતું. બીજા આરોપીએ પોલીસકર્મી પાસેથી ચોરી કરેલ વાયરલેસ અને કેપ પહેરેલી હતી. આ સંકેતો મળ્યા પછી, પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ નેટવર્ક પર કામ કર્યું અને ટૂંક સમયમાં જ મસૂદપુરમાં બલજીત મલિકના ઘરે દરોડા પાડ્યા. આ પછી અન્ય આરોપી રવિ કપૂર અને અમિત શુક્લાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વર્મા વસંત વિહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. વર્માએ કહ્યું કે પૂછપરછ દરમિયાન રવિ કપૂરે પોતે ખુલાસો કર્યો હતો કે તેણે વસંત વિહારથી દૂર નેલ્સન મંડેલા માર્ગ પર અન્ય એક છોકરીની હત્યા કરી હતી. આ સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી. કપૂરે એ પણ જણાવ્યું કે આ હત્યામાં બે અન્ય સહયોગી અજય કુમાર અને અજય સેઠી પણ સામેલ હતા.
આ ઘટસ્ફોટ બાદ, તત્કાલિન પોલીસ કમિશનર એચજીએસ ધાલીવાલે તરત જ અધિકારીઓની બીજી ટીમ બનાવી અને બંને હત્યા કેસની તપાસ માટે તત્કાલિન એસીપી ભીષ્મ સિંહની નિમણૂક કરી. એસીપી ભીષ્મ સિંહનું કહેવું છે કે અમારી પાસે સૌમ્યા હત્યા કેસના આરોપીઓની કબૂલાત હોવાથી ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાનો અમારી સામે મોટો પડકાર હતો.
વિશ્વનાથનની હત્યા કરવામાં આવી હતી તે રાતની વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે કપૂર મારુતિ વેગન આર કાર ચલાવતો હતો અને શુક્લા તેની બાજુમાં બેઠો હતો. મલિક અને કુમાર પાછળની સીટ પર બેઠા. પોલીસે જણાવ્યું હતું કે તમામ દારૂના નશામાં હતા. સૌમ્યાની કાર તેમની કારને ઓવરટેક કરીને જતી હતી. છોકરી એકલી હતી ને કાર ઓવરટેક કરી જતી હતી તે જોઈ આ લોકોએ પણ કાર ઝડપથી દોડાવી અને સૌમ્યાની કાર ન રોકાઈ એટલે તેની કાર પર ગોળીઓ વરસાવી જેમાં એક ગોળી સૌમ્યાને લાગતા તેનું મોત થઈ ગયું.