વંશવાદની ટીકા કરનારા ભાજપની બિહાર સરકારમાં બે સાથી પક્ષના પ્રમુખોના પુત્રો

પટણા: બિહારમાં નીતીશ કુમારે 10મી વખત મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. નીતીશ સહિત, NDAના સાથી પક્ષો- BJP, JDU, LJP-R, HAM અને RLM -માંથી કુલ 27 મંત્રીઓએ શપથ લીધા. નીતીશ કુમાર સહિતની 27 સભ્યોની કેબિનેટમાં BJPના 14, JDUના 9, LJPના 2, અને HAM તથા RLMના 1-1 પ્રધાનોનો સમાવેશ થાય છે.
LJP-R ક્વોટામાંથી ચિરાગ પાસવાને મહુઆમાંથી મુકેશ રૌશન અને તેજ પ્રતાપ યાદવને હરાવનાર સંજય સિંહ અને સંજય પાસવાનને પ્રધાન બનાવ્યા છે, જ્યારે જીતનરામ માંઝીએ તેમના પુત્ર સંતોષ સુમનને HAM ક્વોટામાંથી મંત્રી બનાવ્યા છે. ઉપેન્દ્ર કુશવાહાએ RLM ક્વોટામાંથી તેમના પુત્ર દીપક પ્રકાશને મંત્રી બનાવ્યા છે, જેમને હવે વિધાન પરિષદમાં લાવવામાં આવશે કારણ કે મહુઆ સીટ LJPને ફાળે જવાથી દીપક ચૂંટણી લડી શક્યા નહોતા. નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ બિહારમાં NDAની આ 8મી સરકાર બની છે, અને અગાઉ એક વખત જીતનરામ માંઝી પણ મુખ્ય પ્રધાન બન્યા હતા.
જનતા દળ (યુનાઇટેડ)ના અધ્યક્ષ નીતીશ કુમારે આજે (20 નવેમ્બર) રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે કુલ 26 નેતાઓને પ્રધાન બનાવવામાં આવ્યા છે. નીતીશ કુમાર પછી તરત જ સમ્રાટ ચૌધરીએ શપથ લીધા, જેમને ફરીથી ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
ત્રીજા નંબરે વિજય સિંહાએ શપથ લીધા, જેઓ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપશે. અગાઉની સરકારમાં પણ આ બંને નેતાઓ ડેપ્યુટી સીએમ હતા અને તેમને ફરી તક મળવાથી સ્પષ્ટ થાય છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમના કામકાજને મંજૂરી આપી છે. આ પ્રધાન મંડળમાં શ્રેયસી સિંહ જેવી ધારાસભ્ય પણ છે, જેઓ પ્રથમ વખત પ્રધાન બન્યા છે.
નીતીશ કુમારે ભલે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હોય, પરંતુ આ વખતે સત્તાનું સંતુલન બદલાયેલું જોવા મળે છે.બિહાર મંત્રીમંડળ અત્યાર સુધી સરકારમાં જુનિયર પાર્ટનરની ભૂમિકામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આ વખતે સૌથી વધુ 14 મંત્રીઓ છે, જ્યારે નીતીશ કુમારની પાર્ટી JDUના ફાળે માત્ર 8 જ મંત્રીઓ આવ્યા છે.
આ પણ વાંચો…નીતીશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા; સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા બન્યા ડેપ્યુટી CM



