જી-૨૦ ડિનર પાર્ટીમાં સોનિયા-ખડગેને આમંત્રણ નહીં
નવી દિલ્હી દિલ્હીમાં -૨૦ સમિટ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભારત મંડપમ ખાતે આયોજિત રાષ્ટ્રપતિના વિશેષ રાત્રિભોજન માટે વર્તમાન કેબિનેટ, વિદેશી પ્રતિનિધિ સાંસદો અને મંત્રીઓ ઉપરાંત દેશના કેટલાક ભૂતપૂર્વ વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, જે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે, તેમને શનિવારે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. ખડગેના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજન માટે તેમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી.
કૉંગ્રેસના એક સૂત્રએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજન માટે ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્ય પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ ખડગેને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને પણ વિશેષ રાત્રિભોજન સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, તેમની ઓફિસે પુષ્ટિ કરી છે કે તેઓ નાદુરસ્ત તબિયતના કારણે હાજર રહી શકશે નહીં. વિપક્ષ શાસિત રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે વિપક્ષના ઘણા સીએમ આવવાની શક્યતા નથી. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પુષ્ટિ કરી છે કે તેઓ આ ડિનરમાં હાજરી આપશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, બિહારના સીએમ નીતીશ કુમાર અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન પણ ભોજન સમારંભમાં હાજરી આપશે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતપોતાનાં રાજ્યોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે હાજરી આપે તેવી શક્યતા નથી.
આ ઉપરાંત દેશના મોટા ઉદ્યોગપતિઓને પણ આ ભોજન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં ૯-૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં -૨૦ સમિટ યોજાઈ રહી છે. ઉ