લોકસભા ચૂંટણીની વચ્ચે સોનિયા ગાંધીનું એલાન “દરેક ગરીબ પરિવારની મહિલાને મળશે એક લાખ રૂપીયા”

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટી જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે “આઝાદીની લડતથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી મહિલાઓનો ખૂબ મોત ફાળો રહ્યો છે. આજે મહિલાઓને ભયંકર મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે કોંગ્રેસ એક ક્રાંતિકારી ગેરેંટિ લઈને આવી છે.
કોંગ્રેસની મહાલક્ષ્મી યોજનાના ભાગરૂપે ગરીબ પરિવારની મહિલાને દરવર્ષે એક લાખ રૂપિયા આપીશું. કર્ણાટક અને તેલંગાણામાં અમારી ગેરેંટિઓએ કરોડો પરિવારની જિંદગી બદલી નાખી છે. તે ભલે મનરેગા હોય, માહિતીનો અધિકાર હોય, શિક્ષણનો અધિકાર હોય કે ભોજનનો અધિકાર હોય. અમારી યોજનાઓથી કોંગ્રેસ પાર્ટી લાખો ભારતીયોને તાકાત આપી છે.
મહાલક્ષ્મી અમારા આ કામને આગળ વધારનારી નવી ગેરંટી છે. આ મુશ્કેલ સમયમાં હું તમને વિશ્વાસ આપું છું કે કોંગ્રેસનો હાથ તમારી સાથે છે અને આ જ હાથ હાલાત બદલશે.