સોનિયા ગાંધીની હેલ્થ અપડેટઃ ક્યારે મળશે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ…

નવી દિલ્હીઃ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત અંગે દિલ્હીની ગંગારામ હૉસ્પિટલના ડોક્ટરે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સોનિયાની તબિયત સુધારા પર છે. સોનિયાએ રવિવારે રાત્રે અહીં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમને પેટની તકલીફ જણાતા ગેસ્ટ્રોલોજિસ્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. સોનિયા ગાંધીનો એમઆરઆઈ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો તેના અહેવાલો બરાબર હશે તો તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે, તેમ પણ ડોક્ટરોએ જણાવ્યું હતું.
જોકે સોનિયા ગાંધી અગાઉ પણ નાદુરસ્ત તબિયતને કારણે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. સોનિયા રાજ્યસભાના સભ્ય છે. થોડા સમય પહેલા સત્રમાં તેમણે અફત અનાજની યોજના મામલે સવાલ ઉઠાવ્યા હતાં અને વસતિ ગણતરી ન થઈ હોવાથી કરોડો ગરીબો અનાજથી વંચિત રહી ગઈ હોવાના મુદ્દે સરકારની ટીકા પણ કરી હતી.