Sonia Gandhi ની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને(Sonia Gandhi)દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવારે મોડી રાત્રે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટરોએ તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા અને કેટલાક રૂટિન ચેકઅપ કર્યા હતા. જેમાં શુક્રવારે બપોરે તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.સોનિયા ગાંધીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતાં કોંગ્રેસના અનેક નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા.
પેટ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
સર ગંગા રામ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ ડો. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે 78 વર્ષીય સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના નિષ્ણાત ડો. સમીરન નંદી અને તેમની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.સોનિયા ગાંધીને ગયા વર્ષે માર્ચ અને સપ્ટેમ્બરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા
રાજકીય સક્રિયતા ઘટી
છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય છે, જેના પરિણામે રાજકીય સક્રિયતા ઘટી છે. ગત વર્ષે તે લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા. તે રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમના સ્થાને પુત્ર રાહુલ ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. તાજેતરમાં સોનિયા ગાંધી બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં હાજર રહ્યા હતા