સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને ‘બિચારી મહિલા’ કહેતા વિવાદ સર્જાયો; જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું
નવી દિલ્હી: આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઇ, પરંપરા મુજબ આ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરુ (President’s address in Parliament) થઇ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારની ઉપલબ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓની રૂપરેખા અંગેવાત કરી. જોકે, વિપક્ષને રાષ્ટ્રપતિનું ભાષણ પસંદ નથી આવ્યું. કોગ્રેસના વરિષ્ઠ નેતા નેતા સોનિયા ગાંધીએ (Sonia Gandhi) પણ રાષ્ટ્રપતિના ભાષણ અંગે ટીપ્પણી કરી હતી, જેને કારણે વિવાદ ઉભો થયો છે. સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોના સવાલનો જવાબ આપતા સોનિયા ગાંધીએ એ રાષ્ટ્રપતિને Poor Thing કહ્યા.
Also read:કોંગ્રેસ સંસદીય દળના (CPP) નેતા તરીકે સોનિયા ગાંધી ચૂંટાયા
આ ઉપરાંત સોનિયા ગાંધીના દીકરા અને કોંગ્રેસ સાંસદ રાહુલ (Rahul Gandhi) ગાંધીએ પણ પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિના ભાષણને કંટાળાજનક ગણાવ્યું. મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ ખૂબ જ કંટાળાજનક હતું અને તેમાં કંઈ નવું નહોતું. કોંગ્રેસના અગ્રણી નેતાઓના આ નિવેદનો બાદ વિવાદ ઉભો થયો છે. આ મુદ્દા પર ભાજપ આક્રમક વલણ દાખવી શકે છે.
રાષ્ટ્રપતિએ ભાષણમાં શું કહ્યું:
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર પહેલા સંસદના સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું હતું અને સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓના નેતૃત્વ હેઠળ ભારતના વિકાસ અને સશક્તિકરણમાં માને છે. નારી શક્તિ વંદન કાયદો આ દિશામાં લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત, સરકાર ખાસ કરીને મહિલાઓની સાથે યુવાનો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.