નેશનલ

સોનિયા ગાંધીનો નવી શિક્ષણ નીતિ પર પ્રહાર, વ્યાપારીકરણનો આરોપ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ પર પ્રહાર કર્યા છે. કેન્દ્ર સરકાર પર બાળકો અને યુવાઓના શિક્ષણ અંગે ઉદાસીન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ એક અખબારના લખેલા લેખમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર શિક્ષણ ક્ષેત્રમાં ત્રણ કોર એજન્ડા લાગુ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકરણ છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે હાઇ-પ્રોફાઇલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)2020ની શરૂઆતથી સરકારનો વાસ્તવિક હેતુ છુપાવવામાં આવી રહ્યો છે.

સૌથી હાનિકારક પરિણામો શિક્ષણ ક્ષેત્રે જોવા મળ્યા

સોનિયા ગાંધીએ લખ્યું છે કે છેલ્લા દાયકામાં કેન્દ્ર સરકારના ટ્રેક રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે તે શિક્ષણમાં ફક્ત ત્રણ મુખ્ય એજન્ડા સફળ અમલીકરણમાં વ્યસ્ત છે. કેન્દ્ર સરકાર સાથે સત્તાનું કેન્દ્રીકરણ,શિક્ષણમાં રોકાણનું વ્યાપારીકરણ અને ખાનગી ક્ષેત્રને આઉટસોર્સિંગ, પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને સંસ્થાઓનું સાંપ્રદાયિકરણ.

છેલ્લા 11 વર્ષમાં આ સરકારની કામગીરીની ઓળખ સત્તા કબજે કરવાની રહી છે. પરંતુ તેના સૌથી હાનિકારક પરિણામો શિક્ષણ ક્ષેત્રે જોવા મળ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનોના બનેલા કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠક સપ્ટેમ્બર 2019 થી નથી મળી.

રાજ્ય સરકારોને આપવામાં આવતી ગ્રાન્ટ પર પણ રોક

સોનિયાએ ગાંધીએ કહ્યું છે કે NEP-2020 દ્વારા શિક્ષણમાં આમૂલ ફેરફારો અપનાવવા અને અમલમાં મૂકતી વખતે પણ કેન્દ્ર સરકારે આ નીતિઓના અમલીકરણ અંગે રાજ્ય સરકારો સાથે એક પણ વાર સલાહ નથી લીધી. તેમજ સરકારની નીતિમાં માત્ર વાતચીતનો અભાવ નથી પણ ધમકાવવાની વૃત્તિ પણ છે.કેન્દ્ર રાજ્ય સરકારોને આપવામાં આવતી ગ્રાન્ટ પર પણ રોક લગાવે છે. ઉચ્ચ શિક્ષણ તરફ ઈશારો કરતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂકમાં રાજ્ય સરકારોના અધિકારોને પણ નાબૂદ કરી દીધા છે. આ સમવર્તી યાદીમાં હાજર વિષયને પાછલા બારણે કેન્દ્રના કાર્યક્ષેત્રમાં લાવવાનો પ્રયાસ છે અને તે સંઘવાદ(Federalism)પર હુમલો છે.

શિક્ષણનું વ્યાપારીકરણ

કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીનું ખુલ્લેઆમ વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વર્ષ 2014 થી અત્યાર સુધીમાં દેશમા 89,441 સરકારી શાળાઓ બંધ અને મર્જ થતી છે. જ્યારે આ સમય દરમિયાન 42,944 વધારાની ખાનગી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે.

સંઘ અને ભાજપના વૈચારિક પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો હેતુ

કોંગ્રેસ અધ્યક્ષના મતે, કેન્દ્ર સરકારનું ત્રીજું ધ્યાન સાંપ્રદાયિકરણ પર છે. તેમણે કહ્યું છે કે તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના લાંબા ગાળાના વૈચારિક પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો છે. સોનિયાએ NCERT પુસ્તકોમાં પ્રકરણોમાં કથિત ફેરફારો અંગે સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે NCERT પાઠ્યપુસ્તકો, જેને શાળાના અભ્યાસક્રમનો આધાર માનવામાં આવે છે. તેમાં ભારતીય ઇતિહાસને કથિત રીતે સ્વચ્છ કરવાના હેતુથી સુધારો કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની હત્યા અને મુઘલ ભારતને લગતા વિભાગો અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને પણ પાઠ્યપુસ્તકોમાંથી દૂર કરવામાં આવી હતી. પરંતુ વિરોધને કારણે સરકારને ફરીથી સામેલ કરવામાં આવી.

આ પણ વાંચો:  આખરે માતાની મમતા જીતી! 200 દિવસ બાદ મળ્યું જીવતું બાળક પણ પિતાનાં કારનામાનો થયો પર્દાફાશ

જાહેર શિક્ષણ પ્રણાલીનો આ સંહાર બંધ થવો જોઈએ

સોનિયા ગાંધીએ કહ્યું છે કે છેલ્લા દાયકામાં આપણી શિક્ષણ પ્રણાલીને તબક્કાવાર જાહેર સેવાની ભાવનાથી મુક્ત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકતા તરફના આ પ્રયાસના પરિણામો સીધા આપણા વિદ્યાર્થીઓ પર પડ્યા છે. ભારતની જાહેર શિક્ષણ પ્રણાલીનો આ સંહાર બંધ થવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button