
જોધપુર : કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફેલાયેલી હિંસાના કેસમાં લેહથી શુક્રવારે સામજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી. જેમને સુરક્ષાના કારણોસર રાજસ્થાનના જોધપુર ખસેડવામાં આવ્યા છે. સોનમ વાંગચુક વિરુદ્ધ એનએસએ હેઠળ ગુનો નોંધવા આવ્યો છે. જોધપુર જેલમાં તેમની માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે .
24 કલાક સીસીટીવી કેમેરા સાથે સુરક્ષામાં રાખવામાં આવ્યા
હાલ સાવચેતીના પગલા તરીકે લેહમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર જોધપુર સેન્ટ્રલ જેલમાં લઈ જતા તેમની મેડીકલ તપાસ કરવામાં આવી હતી. તેમને જેલના હાઈ સિક્યોરીટી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમને 24 કલાક સીસીટીવી કેમેરા સાથે સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. આ જેલમાં આસારામ કેદ છે. તેમને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
દેશની સૌથી સુરક્ષિત જેલોમાંની એક
જોધપુર સેન્ટ્રલ જેલને દેશની સૌથી સુરક્ષિત જેલોમાંની એક માનવામાં આવે છે. અ અગાઉ પંજાબ અને અન્ય દેશોના આતંકવાદીઓને અહીં રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાંગચુકને લાવવા અને જેલમાં રાખવાની પ્રક્રિયા કડક સુરક્ષા હેઠળ હાથ ધરવામાં આવી હતી.
સોનમ વાંગચુક જાણીતા ક્લાઈમેટ એક્ટીવીસ્ટ
ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચુક જાણીતા ક્લાઈમેટ એક્ટીવીસ્ટ છે, તેમને વર્ષ 2018 માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે, આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પર તમને ઘણા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારથી તેમણે પ્રદેશની સમસ્યા સરકાર સામે રજુ કરવાની શરુ કરી ત્યારથી તેમની સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો…ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ; લદાખમાં હિંસા ભડકાવવાનો આરોપ