સોનમ વાંગચુકે 21 દિવસે ભૂખ-હડતાળ સમેટી, પણ આપ્યું આ નિવેદન
લેહઃ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગણીને લઈને 21 દિવસથી ધરણા પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આજે ભૂખહડતાળ સમેટી લીધી હતી. છેલ્લા 21 દિવસથી ફક્ત મીઠા (નમક) અને પાણી પર રહેનારા જાણીતા શિક્ષણ સુધારક વાંગચુકે કહ્યું હતું કે હજુ પણ અમારી લડાઈ ચાલુ રહેશે.
આ અગાઉ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકોને આપેલા વચન પૂરા કરવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું હતું કે લદ્દાખમાં રહેનારા લોકોને રાષ્ટ્ર હિતમાં આ વખતે સાવધાનીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું આવ્હાન કર્યું હતું.
સોનમ વાંગચુક લેહ સ્થિત એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ)ના સંયુક્ત પ્રતિનિધિઓની વચ્ચે એક દિવસ પછી છથી માર્ચથી ઝીરોથી નીચેના તાપમાનમાં જલવાયુ અનશન કરી રહ્યા છે. આ બંને સંગઠન લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી યાદીમાં સામેલ કરવાની માગણી હતી. સોનમ વાંગચુક સાથે લદ્દાખના હજારો લોકોએ પ્રતિકાત્મક ઉપવાસ કર્યાં હતા.
અગાઉ વાંગચુકે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે ચાર વર્ષ પૂર્વે લદ્દાખવાસીને આપેલું વચન તોડ્યું હતું. કેન્દ્ર સરકારે એક તબક્કે 2019ના ચૂંટણીના ઢંઢેરામાં લદ્દાખનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવા સહિત અન્ય વચન આપ્યા હતા, પરંતુ ચાર વર્ષ પછી પણ વચનો પૂરા કર્યાં નહોતા.