સોનમ રઘુવંશીના વકીલનું અભિનેતા શાહરૂખ ખાન સાથે શું છે કનેક્શન...
નેશનલ

સોનમ રઘુવંશીના વકીલનું અભિનેતા શાહરૂખ ખાન સાથે શું છે કનેક્શન…

ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકેસની મુખ્ય આરોપી અને રાજાની પત્ની સોનમનો કેસ રાયપુરના વકીલ ફૈઝાન ખાન લડવાનો છે. આ માહિતી જ્યારથી બહાર આવી છે ત્યારથી તેના અને અભિનેતા શાહરૂખ ખાનના સંબંધોની ચર્ચા ચાલી છે. ફૈઝાન ખાને એવી જાહેરાત કરી છે કે સોનમને જ્યારે પટના પોલિસ સ્ટશન લાવવામાં આવી હતી ત્યારે તેના ભાઈનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તે થોડા જ દિવસોમાં સત્તાવાર રીતે પોતાનું વકીલાતનામું કોર્ટમાં દાખલ કરશે. તેણે ઈમેલ દ્વારા આ જાણકારી ઘણા મીડિયા હાઉસને પણ આપી છે.

sonam raghuvanshi lawyer fayzan khan

ફૈઝાન ખાનનું નામ બહાર આવતા એસઆરકે સાથેનું તેનું કનેક્શન બધાને યાદ આવ્યું છે પણ આ યાદ કંઈ મીઠી નથી. ફૈઝાન ખાન એ જ વકીલ છે જે શાહરૂખ ખાન સામે કેસ કર્યા કરે છે. ફૈઝાન ખાને મુંબઈ પોલીસ સ્ટેશન પર ફોન કરી શાહરૂખને ધમકાવ્યો હતો અને તેની પાસેથી રૂ. 50 લાખની માગણી કરી હતી. આ કેસમાં તેની ધરપકડ થતા તેણે મોબાઈલ ચોરી થયો હતો અને બીજા કોઈએ તેનો ઉપયોગ કરી ધમકી આપ્યાનું જણાવ્યું હતું.

ફૈઝાને 1994માં શાહરૂખ સામે કેસ કર્યો હતો. શાહરૂખ માધુરીની ફિલ્મ અંજામમાં તેણે હરણના શિકાર મામલે અણછાજતી કમેન્ટ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. થોડા સમય પહેલા ભ્રામક જાહેરાતો મામલે ફરી એસઆરકે સામ કેસ કર્યો હતો.
હવે તે ખૂબ જ ચકચારી કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીનો કેસ લડશે.

આપણ વાંચો : બોલો! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી અને પરિવાર કહે છે કે…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button