નેશનલ

સોનમે સ્ટેજ પરથી લોકોની સામે રાજાને આપ્યું હતું આ વચન

ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. આ હત્યાકાંડને રાજાની પત્ની સોનમે જ અંજામ આપ્યો હતો. આ દરમિયાન સોનમ અને રાજાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. લગ્ન સમયે સંગીત સમારોહના 13 દિવસ બાદ રાજાની હત્યા કરવામાં આવી હતી. રાજા અને સોનમ હનીમૂન મનાવવા શિલોંગ ગયા ત્યારે આ હત્યાકાંડ થયો હતો.

રાજા અને સોનમના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. તેમના લગ્નનો સંગીત સેરેમનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સોનમ મંચ પર તમામ સામે રાજા રઘુવંશીને વચન આપતી જોવા મળે છે.

કાર્યક્રમમાં એન્કર સોનમ પાસે વચન બોલાવે છે. જેમાં સોનમ કહે છે કે, હું વચન આપું છું કે લગ્ન બાદ તે તેના મિત્રો સાથે ગમે ત્યાં જાય, ગમે ત્યાં પાર્ટી કરે, ગમે ત્યાં મોં કાળુ કરે, હું તેને તે કોની સાથે ક્યાં હતો તે નહીં પૂછું. વીડિયોમાં સોનમ હસતી નજરે પડી રહી છે. આ વીડિયોમાં રાજા પણ મંચ પરથી સોનમને વચન આપતો નજરે પડે છે. પ્રથમ વખત રાજાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનો અવાજ છે.

સોનમના અલગ અલગ રંગ પણ આવ્યા સામે

આ ઉપરાંત સનસનીખેજ હત્યા મામલે આરોપી રાજાની પત્ની સોનમની નવી તસવીર પણ સામે આવી છે. જેમાં તેની સગાઈ, લગ્ન અને કોર્પોરેટ લાઈફના અલગ અલગ રંગ નજરે પડી રહ્યા છે.

શું છે મામલો?

જૂન મહિનાની શરૂઆતમાં મેઘાલયની રાજધાની શિલોંગમાં આ હત્યાકાંડ થયો હતો. રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ રઘુવંશીની સંડોવણી સામે આવી હતી. શિલોંગ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે સોનમે કથિત રીતે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે પુરાવાના આધારે સોનમ અને રાજ કુશવાહ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. અન્ય આરોપીઓમાં આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીનો સમાવેશ થાય છે.

આ હત્યા લગ્નના માત્ર 15 દિવસની અંદર જ કરવામાં આવી હતી, જેના કારણે આ મામલો વધુ શંકાસ્પદ બન્યો હતો. રાજા રઘુવંશી પોતાની પત્ની સોનમ સાથે મેઘાલયમાં હનીમૂન ટૂર પર ગયા હતા. 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો હતો અને સોનમ ગુમ હતી. પોલીસે રાજાના મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. દરમિયાન, 7 જૂને સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. હાલ મેઘાલય પોલીસ રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો…શું ફરી પત્ની જ નીકળી હત્યારણ? રાજા રઘુવંશી કેસમાં પત્ની સોનમ સહિત ચારની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button