નેશનલ

છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે કાર્યવાહીમાં કોબ્રા કમાન્ડો શહીદ, એક નક્સલી ઠાર

રાયપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે માઓવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન સીઆરપીએફનો એક કોબ્રા કમાન્ડો શહીદ થયો હતો અને એક નક્સલવાદી ઠાર મરાયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સીઆરપીએફના કોબ્રા યુનિટની ૨૧૦મી બટાલિયન અને છત્તીસગઢ પોલીસ ડીઆરજી અને એસટીએફના જવાનો દ્વારા જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન હદ હેઠળના તુમરેલ વિસ્તારમાં આ કાર્યવાહી ચાલી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

એક કોબ્રા કમાન્ડો કાર્યવાહીમાં માર્યો ગયો છે જ્યારે બીજો ઘાયલ થયો છે, એમ તેમણે જણાવ્યું હતું. ગોળીબારમાં એક નક્સલીને પણ ઠાર મારવામાં આવ્યો છે અને એક હથિયાર મળી આવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: ગઢચિરોલીમાં ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદી પકડાયાં: ઘાતક શસ્ત્રો જપ્ત

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના એક હેલિકોપ્ટરને સેવામાં મોકલવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા) એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નું એક ખાસ જંગલ યુદ્ધ એકમ છે (જે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં કામગીરી માટે મુખ્ય દળ છે) એ સંયુકત રીતે કાર્યરત્ છે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી આ ખતરાને ખતમ કરવાની જાહેરાતના ભાગરૂપે સુરક્ષા દળો વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં સતત કામગીરી કરી રહ્યા છે.

છત્તીસગઢનો બસ્તર પ્રદેશ તેમના ઓપરેશનનો મુખ્ય ક્ષેત્ર રહ્યો છે. બુધવારે નારાયણપુર-બીજાપુર સરહદ પરના જંગલોમાં છત્તીસગઢ પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) સાથેનાં એન્કાઉન્ટરમાં તેમના ટોચના કમાન્ડર નમ્બાલા કેશવ રાવ (૭૦) ઉર્ફે બસવરાજુ સહિત ઓછામાં ઓછા ૨૭ નક્સલીઓ માર્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button