નવી દિલ્હીઃ વર્ષ 2024 વિદાય થવા અને વર્ષ 2025 શરું થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરેક લોકો વિચારી રહ્યા છે કે આવનારું વર્ષ દરેક માટે નવી ખુશીઓ લઈને આવે. લોકોમાં પણ એ જાણવાની ઉત્સુકતા છે કે આવનારા વર્ષમાં કેટલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવા મળશે.ગ્રહણ એક ખગોળીય પ્રક્રિયા છે, પરંતુ જ્યોતિષીઓનું કહેવું છે કે ગ્રહોના પરિવર્તનથી લોકોના જીવન પર પણ અસર થાય છે, તેથી ગ્રહણ દરમિયાન હંમેશા સાવચેત રહેવાની જરૂર છે.
વૈદિક ધર્મમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી તેથી જ ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવતી નથી.વર્ષ 2025માં ચાર ગ્રહણ થશે, જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. આ વખતે તમને એક જ મહિનામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવા મળશે.સૂર્યગ્રહણ (2025 માં સૂર્યગ્રહણ) પ્રથમ સૂર્યગ્રહણ: 29 માર્ચ 2025ના રોજ સમય: 8:50 AM – 12:43 PM દરમિયાન થશે. આ આંશિક સૂર્યગ્રહણ છે.
Also read:સૂર્યગ્રહણ મામલે NASA સ્માર્ટફોન યુઝર્સને આપી ચેતવણી, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે
તે ભારતમાં દેખાશે નહીં તેથી સુતક કાળ માન્ય નથી.આ ગ્રહણ યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર વિસ્તારમાં જોવા મળશે.બીજું સૂર્યગ્રહણ: 21 સપ્ટેમ્બર 2025ના રોજ થશે. આ પણ આંશિક સૂર્યગ્રહણ હશે, જેનો સમય 5:29 PM – 9:53 PM છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સુતક કાળ માન્ય નથી.આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગરના વિસ્તારમાં જોવા મળશે.2025માં બે ચંદ્રગ્રહણ થશે પ્રથમ ચંદ્રગ્રહણ: 14 માર્ચ 2025 ના રોજ થશે, જેનો સમય 09:29 AM થી 03:29 PM સુધી રહેશે.
આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે તેથી સુતક કાળ માન્ય રહેશે.સુતક કાળ બપોરે 12.57 કલાકે શરૂ થશે. આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં જોવા મળશે.વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ થશે. આ ચંદ્રગ્રહણ 9:57 PM પર શરૂ થઈને 1:26 AM સુધી રહેશેઆ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે, તેથી બપોરે 12.57 થી સુતક કાળ શરૂ થશે.આ ગ્રહણ ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં દેખાશે.