નેશનલ

તો શું હવે ઉત્તરાખંડમાં UCC લાગુ થઈ જશે….

દહેરાદૂન: ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા સંહિતા લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં UCC રજૂ કરવાના પૂરા મૂડમાં છે. આજે મુખ્ય પ્રધાન ધામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ આગામી બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ રજૂ કરશે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પણ એક પોસ્ટ શેર કરી હતી એને લખ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ માટે રચાયેલી વિશેષ સમિતિ 2 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ સરકારને સબમિટ કરશે. આ અંગે આગામી વિધાનસભા સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે અને તેને કાયદો બનાવવામાં આવશે.

મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ પેસ્ટમાં એમ પણ લખ્યું હતું કે આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનને આગળ વધારવા માટે આ એક પગલું છે. તેમજ ચૂંટણી પહેલા જ ઉત્તરાખંડમાં UCC લાગુ કરવું એટલે કે ઉત્તરાખંડની પવિત્ર ભૂમિની જનતા માટે યોગ્ય હોય તે રીતે જ સરકાર દ્વારા કાર્ય થવું. UCC લાગુ કરતા પહેલા ઉત્તરાખંડની જનતાની રાય પણ લેવામાં આવી છે.

સીએમ ધામીએ એમ પણ જણાવ્યું હતું કે યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી જે 2 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 27 મેના રોજ રાજ્ય સરકારે UCCના અમલીકરણ અને ઉત્તરાખંડમાં રહેતા લોકોના અંગત નાગરિક બાબતોને સંચાલિત કરતા તમામ સંબંધિત કાયદાઓની તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. નવી રચાયેલી ઉત્તરાખંડ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં આની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ બાબત એ છે કે યુનિફોર્મ સિવિલ કોડ રાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપના મુખ્ય ચૂંટણી વચનોમાંનું એક હતું.


જ્યારે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થશે તો કેટલાક મુખ્ય ફેરફારો થશે જેમાં છૂટાછેડાની તમામ ધાર્મિક પદ્ધતિઓ ગેરકાયદેસર બની જશે. તેમજ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે પણ નોંધણી કરાવવી પડશે. નોંધણી પ્રક્રિયાના ભાગ રૂપે છોકરા-છોકરીના માતા-પિતાને લિવ-ઇન રિલેશનશીપ વિશેની માહિતી આપવામાં આવશે. તેમજ આ કાયદા હેઠળ માહિતી ન આપવા પર સજા કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…