નેશનલ

તો શું સુખપાલ સિંહની ધરપકડના કારણે I.N.D.I.A માં મનમોટવ થશે?

નવી દિલ્હીઃ પંજાબમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડને લઈને ‘I.N.D.I.A એલાયન્સ’માં મનમોટવ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબ પોલીસે આજે સવારે ખૈરાને તેના ચંદીગઢ સેક્ટર-5ના આવાસ પરથી ધરપકડ કરી હતી. 2015ના ડ્રગ્સ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ED પણ તપાસ કરી રહી છે. સુખપાલ ખૈરા એનડીપીએસ એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985) હેઠળ આ કેસમાં આરોપી છે.

કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ પર બોલતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે મને નથી લાગતું કે કોંગ્રેસ ડ્રગ ગુનેગારોને બચાવવા માટે પગલાં લેશે. જો સુખપાલ ખૈરા દૂધે ધોયેલા હતા તો કોંગ્રેસના શાસનમાં પણ તેમની ધરપકડ કેમ કરવામાં આવી? જ્યારે અકાલી દળ સત્તામાં હતું ત્યારે સુખપાલ ખૈરા અને ગુરુદેવ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસન દરમિયાન સુખપાલ ખૈરાની ધરપકડ કરવામાં આવી હતી. બચવા માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કેપ્ટન અમરિંદર સિંહ સરકારની મદદથી એ વખતે બચી ગયા હતા.


સેશન્સ જજના ચુકાદા બાદ ફાઝિલ્કા ડ્રગ્સ કેસની તપાસ માટે 2023 માં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. SIT તપાસ બાદ સુખપાલ ખૈરાના સહયોગી ગુરુદેવને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી, હવે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે. જો કોઈ ડ્રગ ડીલર હોય તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ. આ મુદ્દે I.N.D.I.A ગઠબંધન એકમત રહેશે.

પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાજવાએ કહ્યું હતું કે ખૈરાની ધરપકડ કરવા આવેલા પોલીસકર્મીઓ પાસે ધરપકડ વોરંટ નહોતું. પંજાબ પોલીસ એમ પણ અત્યાચાર કરવા માટે પ્રખ્યાત છે. અમે સુખપાલ ખૈરા સાથે ઉભા છીએ. અમારા પંજાબ કોંગ્રેસના નેતાઓ આજે આ મુદ્દે બેઠક યોજશે અને હાઈકમાન્ડ સમક્ષ તેને ઉઠાવશે.

ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ સામે ગણી ગણીને રાજકીય બદલો લઈ રહી છે. તેમણે કહ્યું હતું કે આપ I.N.D.I.A ગઠબંધનનો ભાગ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે કંઈ પણ કરી શકે છે. જો આમ આદમી પાર્ટી તેની ઈચ્છા મુજબ કામ કરતી રહેશે તો અમે તેને સ્વીકારીશું નહીં, અમારા વરિષ્ઠ નેતાઓ આ મુદ્દે ચર્ચા કરશે. પંજાબમાં વોટ મેળવવા માટે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મહાત્મા ગાંધીનો ફોટો હટાવી તેની જગ્યાએ ભગતસિંહનો ફોટો લગાવ્યો હતો અને એ જગ્યાએ કોઈ જોવા પણ જતું નથી.

પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વાડિંગે સુખપાલ સિંહ ખૈરાના પરિવારને મળ્યા. રાજા વાડિંગે કહ્યું હતું કે પંજાબ પોલીસ અને ભગવંત માન સરકારને શરમ આવવી જોઈએ. આ મામલો આઠ વર્ષ પછી પ્રકાશમાં આવ્યો છે. જ્યારે આ કેસ નોંધાયો ત્યારે અકાલી દળની સરકાર હતી. સુખપાલ ખૈરાની એક એવા કેસમાં ધરપકડ કરવામાં આવી છે જેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. અમને ધરપકડનો કોઈ ડર નથી. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને દિલ્હીની ટોચની નેતાગીરી સાથે વાતચીત કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions Nita Ambani: Stuns in Printed Saree with Mukesh & Kokilaben Ambani