
ભારતનું એશિયન ગેમ્સમાં આ વખતે ઐતિહાસિક પ્રદર્શન રહ્યું છે. ત્યારે હાલમાં જે પણ ગેમ રમાવાની બાકી છે તેના પર પણ ભારતના ખેલાડીઓ મીટ માંડીને બેઠા છે. ત્યારે ભારત આ વર્ષે 100 મેડલ કન્ફર્મ કરે એવી સંભાવનાઓ લાગી રહી છે. અત્યાર સુધીમાં આપણે ટોટલ 91 મેડલ જીત્યા છીએ ત્યારે 100 સુધી પહોંચવા માટે 9 મેડલની જરૂર છે. સોનમે મહિલાઓની ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવીને મેડલ જીત્યો હતો. અતામુ, ધીરજ અને તુષારની બનેલી ભારતની પુરૂષ રિકર્વ ટીમ ફાઇનલમાં હારી ગઈ હતી અને તેમને સિલ્વરથી મન મનાવવું પડ્યું હતું. ભારતીય ટીમને સેપક ટકરામાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને 61-14થી હરાવ્યું હતું. એશિયન ગેમ્સની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના એચએસ પ્રણયને ચીનના લી શિફેંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે પ્રથમ સેટમાં 56-52ના સ્કોર સાથે વિયેતનામ સામે 2-0ની લીડ મેળવી હતી. ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં નેપાળને 61-17થી હરાવીને સિલ્વર મેડલ તો પાકો કરી જ લીધો છે. ભારતની અંકિતા ભકત, ભજન કૌર અને સિમરનજીત કૌર હવે મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
એશિયન ગેમ્સમાં ગુરુવારનો દિવસ ભારત માટે ઘણો સારો રહ્યો ભારતે ગુરુવારે પાંચ મેડલ મેળવ્યા હતા. તેમ છતાં કરોડો રમતપ્રેમીઓની નજર મેડલની સદી પર ટકેલી છે. ત્યારે આજે આપણે 9 વધુ મેડલ મેળવીને મેડલની સદી થાય તેની રાહ જોઇ રહ્યા છીએ. અને તેના માટે રમતોનો 12મો દિવસ એટલે કે આજનો દિવસ ભારતના ખેલાડીઓ માટે ખૂબજ મહત્વનો છે. આજે ઘણા મેડલ માટે રસા કસી થશે. ઘોડેસવારીમાં, યશ નેન્સી વ્યક્તિગત ઈવેન્ટમાં ભાગ લેશે.
તીરંદાજીમાં, મહિલા ટીમ રિકર્વ કેટેગરીમાં મેડલ માટે પ્રયાસ કરશે, જ્યારે પુરુષોની ટીમ પણ સ્પર્ધા કરશે. જ્યારે કુસ્તીમાં મહિલા વર્ગમાં વિવિધ કેટેગરીમાં ઘણી મેચોનું આયોજન કરવામાં આવશે. આ સિવાય હોકીમાં ભારત ગોલ્ડ મેડલ માટે જાપાન સામે રમશે, જ્યારે ક્રિકેટ ટીમ પણ સેમીફાઈનલમાં બાંગ્લાદેશ સામે રમશે.