ઇન્ટરનેશનલનેશનલ

તો શું જસ્ટિન ટ્રુડોના વિમાનમાં કોકેઇન ભરેલું હતું?

પૂર્વ ભારતીય રાજદ્વારીએ કર્યો ચોંકાવનારો દાવો

કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી રહ્યો છે અને નજીકના સમયમાં તેને ઘટવાના કોઇ એંધાણ હાલમાં તો નજરે આવતા નથી. દરમિયાનમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે એવી માહિતી જાણવા મળી છે જે ઘણી જ સનસનીખેજ છે. ભારતના પૂર્વ રાજદ્વારી દીપક વોહરાએ મોટો દાવો કરીને કેનેડાના વડા પ્રધાન પર ગંભીર આરોપો લગાવ્યા છે.

દીપક વોહરાએ દાવો કર્યો હતો કે જી-20 સમિટમાં ભાગ લેવા જ્યારે કેનેડાના વડા પ્રધાન ભારત આવ્યા હતા ત્યારે તેમના પ્લેનમાં કોકેઇન ભરેલું હતું. પોતાના દાવાના સમર્થનમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે તેમના પ્લેનમાં સ્નિફર ડોગ્સે કોકેન શોધી કાઢ્યું હતું અને સૂચન કર્યું હતું કે ટ્રુડોની વર્તણૂક દર્શાવે છે કે તેઓ “નર્વસ” હતા અને પોતાને “કેનેડિયન રેમ્બો” તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.. જી-20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા યોજવામાં આવેલા ડિનર સમારંભમાં પણ જસ્ટિન ટ્રુડોએ એટલા માટે હાજરી નહોતી આપી, કારણ કે તેમણે કોકેઇનનો હાઇ ડોઝ લીધો હતો. આ ઉપરાંત જી-20ના સમાપન બાદ જ્યારે જસ્ટિન ટ્રુડોના ઓફિશિયલ વિમાનમાં ટેક્નિકલ ખામી ઊભી થઇ ત્યારે બે દિવસ સુધી તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા જ નહોતા.


દીપક વોહરાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ટીવી ડિબેટ શોનો છે જ્યાં તેમના દાવાઓએ બધાને ચોંકાવી દીધા છે. વીડિયોમાં વોહરાને પૂછતા સાંભળી શકાય છે કે ટ્રુડો પાસે મગજ છે કે કેમ અને તેને બેબી કહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પત્નીએ ટ્રુડોને દિલ્હી એરપોર્ટ પર તેમના આગમન પર નારાજ જોયા હતા.

https://twitter.com/i/status/1706532100248318342

દીપક વોહરાના દાવાની સત્યતા વિશે કોઇ માહિતી મળી નથી. જોકે, આ પહેલી વાર નથી કે દીપક વોહરાએ આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોય. અગાઉ ભૂતકાળમાં નેશનલ ટેલિવિઝન પર તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ‘પિંગ પોંગ ટિંગ લિંગ લિંગ’ કહીને વિવાદ ઊભો કર્યો હતો. 2007થી 2009 દરમિયાન તેઓ સુદાનમાં રાજદૂત હતા. તેમના કાર્યકાળ દરમિયાન ‘નાણાંકીય અનિયમિતતાઓ’ સંબંધિત કેસમાં સીબીઆઇ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે.
આવો વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવતા હોવા છતાં વોહરાને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ટિપ્પણી કરવા ટેલિવિઝનની વિવિધ ચેનલો પર તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં તેઓ વિવિધ ચેનલ પર જોવા પણ મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…