નેશનલ

એક ક્વિન્ટલ સોનાની દાણચોરી: વધુ એક આરોપીની હવે આ દેશમાંથી ધરપકડ

કાઠમંડુ: નેપાળમાં એક ક્વિન્ટલ સોનાની દાણચોરીના કેસના મુખ્ય આરોપીઓમાંના વધુ એક ચીની નાગરિકની ભારતમાં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરવામાં આવી છે. નેપાળમાં સોનાની દાણચોરીના મામલામાં કડક કાર્યવાહી બાદ ભારતમાં ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા એક ચીની નાગરિકની ભારતીય સરહદમાં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.

સોનાની દાણચોરીના કેસની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીઆઇબી)ના જણાવ્યા અનુસાર હોંગકોંગમાં રહેતાં નેપાળમાં સોનાનું કન્સાઇનમેન્ટ મોકલનાર મુખ્ય આરોપીઓમાંનો એક ચીની નાગરિક પેંગ યોંગક્સિનની ધરપકડ કરવામાં આવી હતી. સિલિગુડી, પશ્ચિમ બંગાળ CIBએ સોનાની દાણચોરીમાં સામેલ ફરાર લોકોની યાદી ભારતીય સુરક્ષા એજન્સીઓને મોકલી હતી. આના આધારે સશસ્ત્ર સીમા બળ (SSB) એ ચીની નાગરિકની ભારતમાં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરી હતી.


સીઆઈબી સાથે માહિતી શેર કરતી વખતે એજન્સીએ જણાવ્યું હતું કે ચીનના નાગરિકને ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે જાસૂસીના આરોપમાં પકડવામાં આવ્યો છે. નેપાળી નાગરિક તરીકે દર્શાવીને સરહદ પાર કરતી વખતે એસએસબીએ પેંગ યોંગક્સિનની ધરપકડ કરી અને તેની શોધ કરી અને તેની પાસેથી ચાઈનીઝ પાસપોર્ટ કબજે કર્યો હતો.


સીઆઈબીના વડા કિરણ બજરાચાર્યએ જણાવ્યું હતું કે ભારતીય SSB સાથે સંકલન કરીને ધરપકડ કરાયેલા ચીની નાગરિકની પૂછપરછ કરવા માટે ટૂંક સમયમાં એક ટીમ મોકલવામાં આવશે. સોનાની દાણચોરીના કેસમાં સીઆઈબી દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પેંગ યોંગક્સિનનું નામ મુખ્ય આરોપીઓમાં સામેલ કરવામાં આવ્યું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker