Earthquake In Jharkhand: રાંચી સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 3.6ની તીવ્રતા
રાંચી: ઝારખંડની રાજધાની રાંચી સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા(Earthquake In Jharkhand)અનુભવાયા હતા. જેમાં રાંચી ઉપરાંત જમશેદપુર, ચાઈબાસા અને ખારસાવનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઝારખંડના ખારસાવાન જિલ્લાથી 13 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું.
Also read: ‘મારા સ્મિતનું કારણ તમે જ છો’, સાનિયા મિર્ઝાએ શેર કરી તસવીર તો શોએબ મલિકે પણ આપ્યો જવાબ!
ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ નથી
જેમાં શનિવારે સવારે 9.20 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો
ઘરની બહાર આવી ગયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ભૂકંપ કેમ આવે છે ?
દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની
અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક તેની વચ્ચે ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.
Also read: કેનેડામાં સિંગર એ પી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરનારની ધરપકડ
ભારતમાં ભૂકંપના ક્ષેત્રો કયા છે ?
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભારતના કુલ વિસ્તારનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ઝોનને 4 ભાગોમાં વિભાજિત કર્યું છે એટલે કે ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5. ઝોન-5ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે, જ્યારે ઝોન-2ને સૌથી ઓછા સંવેદનશીલ ગણવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-4માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપની શક્યતા રહેલી છે.