Six-Storey Building Collapses in Mohali, 15 Feared Trapped

Punjab ના મોહાલીમાં છ માળની બિલ્ડિંગ ધરાશાયી , 15 લોકો દટાયા હોવાની આશંકા…

મોહાલી : પંજાબના(Punjab)મોહાલીમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જીમ હતું. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ એનડીઆરએફ અને રાહત ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનાનું કારણ નજીકની બિલ્ડીંગમાં ચાલી રહેલુ ખોદકામ માનવામાં આવી રહ્યું છે જેના કારણે બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઇ હતી.

આ પણ વાંચો : મણીપુરવાળા જોતા રહી ગયા અને મોદીજી કુવૈત જતા રહ્યા, કોંગ્રેસના પ્રહાર

કાટમાળ હટાવવાની કામગીરી

મોહાલીના સોહના વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગ પડી છે. પરંતુ વહીવટીતંત્રે આશંકા વ્યક્ત કરી હતી કે તેની અંદર કેટલા લોકો દટાયેલા છે. દુર્ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જેસીબી મશીનો સ્થળ પર જોવા મળી રહ્યા છે અને કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના લીધે આજુબાજુ ઘણી ભીડ એકત્ર થઈ છે.

બિલ્ડિંગ ધરાશાયી થવાનું ટેકનિકલ કારણ હજુ જાણી શકાયું નથી

મોહાલીના એસએસપી દીપક પારીકે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ઈમારત ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો દટાયા છે. કારણ કે ઓપરેશન સતત ચાલુ છે. એનડીઆરએફની ટીમ, જેસીબી મશીન અને અમારી ટીમ રોકાયેલ છે. જો કોઈ અંદર ફસાયું હશે તો તેને બહાર કાઢવામાં આવશે. બિલ્ડિંગ ધરાશાયી થવાનું ટેકનિકલ કારણ હજુ જાણી શકાયું નથી.

આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, દલિત વિદ્યાર્થીઓ માટે જાહેર કરી આંબેડકર સ્કૉલરશિપ

અકસ્માત સમયે યુવકો જીમમાં હતા

આ દુર્ઘટનાની પ્રારંભિક માહિતી અનુસાર, જ્યારે નજીકમાં એક ભોંયરું ખોદવામાં આવી રહ્યું હતું ત્યારે ઇમારત તૂટી પડી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મીડિયા અહેવાલ મુજબ સોહના ગામના પૂર્વ સરપંચ પરવિંદ સિંહ સોહનાએ કહ્યું કે તેમને ખબર પડી કે જીમને નુકસાન થયું છે અને ઘટના સમયે કેટલાક યુવકો જીમમાં હતા.ભૂતપૂર્વ સરપંચે વધુમાં કહ્યું, અમને હજુ પણ ખબર નથી કે શું થયું છે. અમે શોધી રહ્યા છીએ કે શું કોઈ ફસાયું છે અને રાહત કાર્યને ઝડપી બનાવવા માટે વહીવટીતંત્રને અપીલ કરી રહ્યા છીએ.

સંબંધિત લેખો

Back to top button